સાસુની હત્યાના કેસમાં જમાઈ હવે ભોગવશે આજીવન કેદ, 2015માં નજીવી બાબતે કરી હતી હત્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ,નડિયાદ: તાલુકાના નરસંડા ગામે વર્ષ 2015માં દારૂડીયા જમાઈએ નજીવી બાબતે સાસુની કરેલ હત્યાના ગુનામાં આજે નડિયાદ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજાનો હુકમ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપી જમાઈને રૂપિયા 10,000 દંડ પણ ચૂકવવાનો આદેશ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે.

જાણો શું હતી ઘટના 
નરસંડા ગામમાં રહેતા બુધાભાઈ ભદાભાઈ ચુનારાના લગ્ન ખેડા તાલુકાના નાના દેદરડા ગામે રહેતા કાંતીભાઈ ચુનારાની દિકરી જડીબેન સાથે થયા હતા. કાંતીભાઈના અવસાન બાદ તેમના પત્નિ લીલાબેન એકલા રહેતા હતા. જેને લઈને પરણીત દિકરી જમાઈ સાથે અવાર નવાર લીલાબેન સાથે રહેવા આવતી હતી. ત્યારે 27 મે 2015 ના રોજ રાત્રિના બે વાગ્યાના સુમારે સાસુ લીલાબેન કાંતિભાઈ ચુનારા ખાટલામાં સૂઈ રહ્યા હતા, દરમ્યાન બુધાભાઈએ જમવાનું બનાવવા માટે સાસુ લીલાબેનને જગાડતા, લીલાબેન જમવાનું બનાવવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા આરોપી જમાઈએ અપશબ્દો બોલી, લીલાબેનને માથાના ભાગે ધારિયાના ઝટકા મારી ગંભીર ઈજા પહોંચાડી તેમની હત્યા કરી હતી. આ મામલે ખેડા ટાઉન પોલીસ મથકે આરોપી જમાઈ બુધાભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસ નડિયાદ પ્રિન્સિપલ સેશન્સ જજ એ.આઈ. રાવલની કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં સરકારી વકીલ પી.આર તિવારીની દલીલોને તેમજ 14 પુરાવા અને 19 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમા લેવામાં આવ્યા હતા. ત્યારે હત્યા સમયે લીલાબેનના નાના દિકરા,અને દીકરી હાજર હતા, જેઓ સગીર હોય તેમની જુબાની પણ કોર્ટમાં લેવામાં આવી હતી.

ADVERTISEMENT

આ પણ વાંચો: રેન્જ પોલીસ ટીમનો સફાયો, પાલિતાણા બોગસ જીએસટી કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા

કોર્ટે સાંભળવી સજા
કોર્ટે આ તમામ દલીલ તથા પુરાવાને ધ્યાને લઇ કોર્ટ દ્વારા આરોપી જમાઈ બુધાભાઈને પોતાની સાસુની હત્યાના ગુનામાં આજીવન કેદની સજા તથા રૂપિયા 10,000 નો દંડ અને દંડ ન ભરે તો વધુ બે વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT