GUJARAT માં પેપર ફુટવા-બ્રિજ તુટવા સામાન્ય ઘટના, રાજુલાનો બ્રિજ ભ્રષ્ટાચારના ભારથી તુટી પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજુલા : ગુજરાતમાં પેપર ફુટવા અને બ્રિજ તુટવા હવે સામાન્ય ઘટનાઓ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. ભ્રષ્ટાચારના ભારથી ભરભર કરીને રોજ એકાદો બ્રિજ તુટી પડે છે અથવા તો તેની પોલ ખુલી જાય છે તેવું બને છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર અને તંત્ર સામે હવે તો અનેક સવાલો ઉઠી રહ્યા છે. જનતા પણ હવે પ્રશ્નો પુછી પુછીને થાકી ચુકી છે. ત્યારે વધારે એક બ્રિજ તુટવાની ઘટના પ્રકાશમાં આવી હતી.

દાતરડી બાયપાસ નજીક બનેલો ઓવરબ્રિજ ધરાશાયી
અમરેલી જિલ્લાના રાજુલા નજીક દાતરડી બાયપાસ પાસે બની રહેલો ઓવરબ્રિજ ધરાશાયી થયો હતો. ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઇવે અંતર્ગત આ બાયપાસ બની રહ્યો હતો. બ્રિજની કામગીરી 50 ટકા પુર્ણ થઇ ચુકી હતી. ત્યારે અચાનક બ્રિજ ધરાશાયી થઇ જતા કામગીરી અને તેની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. આ કોઝવે બ્રિજ શરૂ થઇ ગયા બાદ જો તુટી પડ્યો હોત તો મોટી જાનહાની પણ થઇ શકી હોત.

બ્રિજ તુટી પડ્યા બાદ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ હાઇવે પહેલાથી જ બેદરકારીનો ભોગ બની ચુક્યો છે. જો કે બ્રિજ તુટી પડ્યા બાદ કોન્ટ્રાક્ટરે જાણે કંઇ બન્યું જ ન હોય તેમ તમામ કાટમાળ રાતોરાત હટાવી દેવાની સાથે સાથે બીજુ કામ પણ શરૂ કરી દીધું હતું. તેવામાં સવાલ થઇ રહ્યો છે કે, હવે આ રોડ અને તેના તમામ નદી નાળાની તપાસ થાય તે જરૂરી છે. કાણ કે આ પ્રકારની નબળી ગુણવત્તાની કામગીરી થઇ હશે તો હજી ભવિષ્યમાં મોટી દુર્ઘટના બની શકે છે.

ADVERTISEMENT

સોમનાથ- ભાવનગર કોસ્ટલ હાઇવે પહેલાથી જ વિવાદિત
ગુજરાતમાં ભાવનગર-વેરાવળ કોસ્ટલ હાઇવે પહેલાથી જ વિવાદમાં રહ્યો છે. આ રોડ બનવાની જાહેરાત થઇ તેને બે દશક કરતા પણ વધારે સમય વિતિ ગયો હોવા છતા પણ આ રોડની કામગીરી પુર્ણ થઇ શકી નથી. અલગ અલગ વિવાદોના કારણે આ રોડ અનેક વખત વિધાનસભાથી માંડીને રાજ્યસભા સુધી ગુંઝી ચુક્યો છે. જો કે હજી સુધી આ રોડની કામગીરી અધુરી છે. તો આ રોડની કામગીરી અધુરી હોવા છતા ટોલટેક્સ વસુલવાનુ શરૂ કરી દેવામાં આવતા હાલમાં જ વિવાદમાં આવ્યો હતો. ભારે વિરોધ બાદ અનેક સ્થળો પર ટોલ ટેક્સ વસુલવાનું બંધ પણ થયું હતું.

    follow whatsapp

    ADVERTISEMENT