અરવલ્લીઃ હથિયારનો પરવાનો ચેક કરવા જતા SOG પોલીસ પર લોકો પથ્થર-લાકડીઓથી તૂટી પડ્યા

ADVERTISEMENT

અરવલ્લીઃ હથિયારનો પરવાનો ચેક કરવા જતા SOG પોલીસ પર લોકો પથ્થર-લાકડીઓથી તૂટી પડ્યા
અરવલ્લીઃ હથિયારનો પરવાનો ચેક કરવા જતા SOG પોલીસ પર લોકો પથ્થર-લાકડીઓથી તૂટી પડ્યા
social share
google news

અરવલ્લીઃ અરવલ્લીના મેઘરજ ખાતે એસઓજી પોલીસની ટીમ પર કેટલાક અસામાજિકતત્વો દ્વારા હુમલો કરાયાની ઘટના સામે આવી છે. અહીં હથિયારનો પરવાનો તપાસવા ગયેલી પોલીસની ટીમ પર લોકો લાકડીઓ અને પથ્થરોથી તૂટી પડ્યા હતા. ઘટનામાં બે મહિલાઓ સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.

હથિયારનો પરવાનો ચેક કરવા જતા ચકમક
અરવલ્લીમાં અવારનવાર પોલીસ પર હુમલાની ઘટનાઓ બની ચુકી છે. આજે મંગળવારે વધુ એક વખત પોલીસ પર હુમલાની ઘટના બની છે. અરવલ્લીના મેઘરજ ખાતે આવેલા નાની ભુવાલ પંથકમાં આ ઘટના બની છે. અરવલ્લી એસઓજી પોલીસની ટીમ અહીં હથિયારનો પરવાનો ચેક કરવા ગઈ હતી.

ADVERTISEMENT

બે મહિલાઓ હજી ફરાર
પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લીના મેઘરજ ખાતે એસઓજી પોલીસ નાની ભુવાલ પંથકમાં હથિયારનો પરવાનો ચેક કરવા ગઈ હતી. આ દરમિયાન પોલીસ અને અહીંના કેટલાક લોકો વચ્ચે ચકમક થઈ ગઈ હતી. જે પછી મામલો એવો બિચક્યો કે લોકો પોલીસ પર છૂટા પથ્થરો મારવા લાગ્યા હતા. લોકોએ આ ઉપરાંત લાકડાની ખાંડી જેવા હથિયારો લઈને પોલીસ પર હુમલો કરી દીધો હતો. પોલીસ પર હુમલો કરવાની ઘટનામાં પોલીસે બે મહિલાઓ સહિત ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. પોલીસે હાલ ચારમાંથી બે આરોપીઓને પકડી પાડ્યા છે જોકે હજુ (આ લખાય છે ત્યારે) બે મહિલાઓ પોલીસની પક્કડથી દૂર છે. મેઘર પોલીસે સરકારી કામમાં રુકાવટ નાખવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

(ઈનપુટઃ હિતેશ સુતરિયા, અરવલ્લી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT