હું સાયકલ લઈને ફરતો હતોઃ PM મોદીના આ વાક્ય પછી સોશિયલ મીડિયા પર ગરમાવો
દાહોદઃ વડાપ્રધાને ગુજરાતમાં આવ્યા પછી દાહોદ અને ભરુચના જંબુસરમાં પોતાના સાયકલ પ્રવાસને યાદ કર્યો હતો. તેમણે પોતે તે રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે અને પ્રારંભીક સમયમાં સાયકલ…
ADVERTISEMENT
દાહોદઃ વડાપ્રધાને ગુજરાતમાં આવ્યા પછી દાહોદ અને ભરુચના જંબુસરમાં પોતાના સાયકલ પ્રવાસને યાદ કર્યો હતો. તેમણે પોતે તે રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે અને પ્રારંભીક સમયમાં સાયકલ લઈને આ વિસ્તારોમાં ફરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના પછી સોશિયલ મીડિયા પર સાયકલ હેશ ટેગ પર લોકોની કમેન્ટ્સ્ શરૂ થઈ ગઈ હતી. વડાપ્રધાનના સાયકલ પ્રવાસને લઈને લોકોએ ઘણા સવાલો ઉઠાવ્યા છે.
PMનો દાહોદમાં સાયકલ પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે બુધવારે દાહોદમાં મોટી જનમેદની વચ્ચે સભા હતી. તેમણે ત્યાં પોતાના સાયકલ પ્રવાસને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે, હું જેટલી વખત આવ્યો દરેક વખત દાહોદે જુના રેકોર્ડ તોડી નાખ્યા છે, આટલી મોટી વિરાટ સભા, દાહોદે નક્કી કરી લીધું છે કે ભાજપની સરકાર બની ગઈ. મંચ પર જુના સાથીઓને મળવાનું થયું તે મારા માટે આનંદની પળ છે. જે ધરતી પર હું જીવનના પ્રારંભીક વર્ષોમાં સાયકલ પર ફર ફર ફરીને કામ કરતો હતો. અહીંના લોકો આજે પણ એટલો જ પ્રેમ અને આશીર્વાદ આપે તેનાથી મોટું કયું સદભાગ્ય હોય.
મારા માટે આનંદની પળ છે. કારણ કે જે ધરતી પર જીવના પ્રારંભિક સમયમાં સાયકલમાં ફરી ફરી કામ કરતો હતો આજે પણ આટલો પ્રેમ….દાહોદ PM મોદીનું નિવેદન#PMModiInGujarat #GujaratElection2022 #Dahod pic.twitter.com/ZOKCx9oP86
— Gujarat Tak (@GujaratTak) November 23, 2022
જંબુસરમાં સાયકલ પ્રવાસ
ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસો પહેલા ભરૂચના જંબુસર ખાતે પણ વડાપ્રધાને પોતાના સાયકલ પ્રવાસને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે, હું આ ભરુચ જિલ્લામાં તો ખુબ ફરેલો છું, ભાઈઓ. પહેલા તો હું અહીં સાયકલ પર આવતો હતો. એટલો બધો મેં પ્રવાસ કરેલો છે. મારું આ કામ હતું. અમારું કાર્યાલય હતું ભરુચમાં પાંચ બત્તી પાસે, ત્યાં મારે રોજ આવવાનું. મને યાદ છે હું જ્યારે રાજકારણમાં આવ્યો ત્યારે લોકો મને પત્રો લખે, લોકો મને ઓળખતા અને નાની નાની રજૂઆતો કરતા.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર ટીકા-ટિપ્પણી
અંકુલ જોષી નામના એક યુઝર આ પછી સાયકલ મામલે લખે છે કે, 50 વરસની ઉંમરે પણ હું નથી માનતો કે એ 100 મીટરથી વધારે સાયકલ ચલાવી હશે. અન્ય એક ભરત સેવક નામના યુઝર લખે છે કે 30 વર્ષ પહેલા ગામમાં સાયકલ કે રેડિયો હોવો એ નવાઈની વાત હતી. કદાચ ખબર નથી આપને. સુરેશ રાઠોડ નામના યુઝર લખે છે કે, 53 વર્ષની ઉંમરે તેઓ 300 કિલોમીટર સાયકલ ચલાવીને જઈ શક્તા હતા. 22 વર્ષ પહેલા સાયકલ ચલાવીને ભરુચ આવતા એટલે કે 53 વર્ષના હતા ત્યારે ગજબની સ્ફૂર્તિ હશે તેમનામાં પહેલાનું સારુ સારું જમેલું હશે એટલે આવી શકે 300શું 3000 કિલોમીટર પણ ચલાવી લે આવા કારનામા ખાલી સાહેબ જ કરી શકે.
ADVERTISEMENT