જોજો પાછા.. રોડ પર લાકડી નહીં અજગર છે, સિંહ-અજગર એક બીજાની નજીક- Videos
અમરેલીઃ અમરેલીમાં સિંહો અને વન્ય પ્રાણીઓના વીડિયો તથા તસવીરો અવારનવાર સામે આવતી હોય છે. જોકે કેટલીક વખત એવી ઘટનાઓ પણ વીડિયો સ્વરૂપે જોવા મળતી હોય…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીમાં સિંહો અને વન્ય પ્રાણીઓના વીડિયો તથા તસવીરો અવારનવાર સામે આવતી હોય છે. જોકે કેટલીક વખત એવી ઘટનાઓ પણ વીડિયો સ્વરૂપે જોવા મળતી હોય છે જે ચોંકાવનારી હોય છે અથવા તો ક્યારેક જ જોવા મળતી હોય છે. આવી જ એક ઘટના અહીં સાવરકુંડ શહેરની ભાગોળ નજીક જોવા મળી હતી. જેમાં સ્ટેટ હાઈવે પરથી એક 10 ફૂટનો અજગર ધીમે ધીમે રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યાં બીજી બાજુ થોડે જ દૂર સિંહ પરિવાર પણ જોવા મળ્યો હતો.
લોકોને સિંહ પરિવાર સાથે અજગર પણ મળ્યો જોવા
લોકો પણ અમરેલીના સાવરકુંડલાની ભાગોળ ખાતે હાઈવે પર જ્યારે સિંહ જોવા મળ્યા તો રીતસર મફતમાં સિંહ દર્શન થઈ ગયું હોય તેમ એક પછી એક વાહન ચાલકો ઊભા રહી ગયા હતા અને સિંહ દર્શનનો લાહ્વો લીધો હતો. લોકોને તો અહીં સિંહ પરિવારની સાથે સાથે કદાવર એવા 10 ફૂટના અજગરને પણ રોડ ક્રોસ કરતા જોવાનો લાહ્વો પણ મળ્યો હતો.
સાવરકુંડલાની ભાગોળે ડાલામથ્થો સિંહ, માદા સિંહણ સાથે બે સિંહબાળ શહેરની નજીકમાં જોવા મળ્યા હતા. સાવરકુંડલા અમેરીલ સ્ટેટ હાઈવે પર સિંહ પરિવારે લટાર લગાવી હતી. જેને પગલે સ્ટેટ હાઈવે પર સિંહ પરિવારે રોડની એક તરફ બેસી અડિંગો જમાવતા વાહન ચાલકો એકઠા થવા લાગ્યા હતા. લોકોએ વાહન થોભાવી સિંહ દર્શનનો લાહવો લીધો હતો. સિંહ પરિવરાથી થોડા જ નજીક એક દસ ફૂટનો અજગર પણ રસ્તો ઓળંગી રહ્યો હતો. જોકે તેણે પણ સિંહોનો પાર માનવો રહ્યો કે અહીં કોઈએ તેને લાકડી સમજી વાહન ના રોકવાને બદલે સિંહ દર્શન કરવાના બહાને પણ વાહન રોક્યા હતા અને તેણે સલામત રસ્તો ઓળંગ્યો હતો.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
ADVERTISEMENT