વડાપ્રધાન મોદી દ્વારા સ્મૃતિવનનું કરવામાં આવ્યું લોકાર્પણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે પ્રવાસન બીજા દિવસે વડાપ્રધાન મોદી ભુજ પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી ભુજ પહોંચી અને ભવ્ય રોડ શો યોજ્યો હતો. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાનનો કાફલો સભાસ્થળ તરફ આગળ વધ્યો છે. થોડા સમાયુમાં વડાપ્રધાન મોદી થોડી સમયમાં સભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવનનું નિરીક્ષણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્મૃતિવનનું નિરીક્ષણ કર્યું

ADVERTISEMENT

૧૧,૫૦૦ ચો.મી.માં ભૂકંપ મ્યુઝીયમ તૈયાર કરાયું
ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. વર્ષ 2012થી નિર્માણાધીન આ પ્રોજેક્ટ અંતર્ગત ભૂજના ભૂજિયા ડુંગર પર ૪૭૦ એકર વિસ્તારને વિકસિત કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૭૦ એકર વિસ્તાર વિકસિત કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સ્મૃતિ વન – આંતરરાષ્ટ્રીય મેમોરિઅલ પ્રોજેક્ટ પ્રથમ તબક્કો તૈયાર થઈ ચૂક્યો છે. જેમાં 3 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ સાથે ૧૧,૫૦૦ ચો.મી.માં ભૂકંપ મ્યુઝીયમ તૈયાર કરવામાં આવ્યું છે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળે તે હેતુથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT