સ્મૃતિવનનો 360 ડિગ્રી વ્યૂ જૂઓ, ભુજિયા ડૂંગર પર 470 એકર વિસ્તારને કરાશે વિકસિત
ગોપી ઘાંઘર/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રદાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ચૂંટણીલક્ષી કામગીરીથી…
ADVERTISEMENT
ગોપી ઘાંઘર/અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રદાન નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ચૂંટણીલક્ષી કામગીરીથી લઈને જનતા સાથે સંપર્ક કરવાનું ક્યારેય ચૂકતા નથી. તેવામાં હવે ભુજમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરવા આવતા નરેન્દ્ર મોદીની સુરક્ષાથી લઈ અન્ય કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભુજમાં વડાપ્રધાન મોદી સ્મૃતિવનનું લોકાર્પણ કરશે. નોંધનીય છે કે ભુજિયા ડુંગર પર 470 એકરના વિસ્તારને વિકસિત કરવાનો આ પ્રોજેક્ટ અત્યંત સુંદર છે. ચલો આપણે એના 360 ડિગ્રી વ્યૂ પર નજર કરીએ…
ભૂજના ભૂજિયા ડુંગર પર ૪૭૦ એકર વિસ્તારને વિકસિત કરાશે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૭૦ એકર વિસ્તાર વિકસિત કરવામાં આવી રહ્યો છે.
પ્રધાનમંત્રી @narendramodi સ્મૃતિ વનનું લોકાર્પણ કરશે.#kutchbhuj #bhuj #PMatBhuj #Smrutivan pic.twitter.com/eWgfbsEtGt
— Gujarat Tak (@GujaratTak) August 24, 2022
સ્મૃતિ વનનો પ્રાથમિક તબક્કો…
અત્યારે મેમોરિયલ પ્રોજેક્ટના પ્રાથમિક તબક્કા દરમિયાન સ્મૃતિ વનમાં 3 લાખથી વધુ વૃક્ષો, 11,500 ચોમી.માં ભૂકંપ મ્યૂઝીયમનું નિર્માણ કરાયું છે. અહીં 50 ચેકડેમ અને તેની દિવાલો પર 12,932 પીડિતોની તકતી આવેલી છે. જ્યાં સન પોઈન્ટ અને 8 કિલોમીટરનો પાથ વે છે. એટલું જ નહીં અહીં 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ અને 1 મેગાવોટનો સોલર પાવર પ્લાન મુકાયો છે.
ADVERTISEMENT
શું છે સ્મૃતિવન?
ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં એક દુર્ઘટના ઘટી હતી. ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ કર્યો હતો. સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતુથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે.
ADVERTISEMENT
ભૂકંપનો અનુભવ કરાવશે થિયેટર
2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટર તૈયાર કરવામાં આવ્યું છે. આ થિયેટ વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળશે. તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ડિજીટલ મશાલથી આપવામાં આવશે શ્રદ્ધાંજલિ
રાજ્યમાં 2001ના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. મુલાકાતીઓ ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને ગેલેરીમાં પહોંચીને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.
ADVERTISEMENT