2047માં ભારત વિકસિત દેશ હશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ADVERTISEMENT

narendra modi
narendra modi
social share
google news

અમદાવાદ: વડ઼ાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ભુજમાં વિવિધ પ્રકલ્પોનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાને ભુજમાં સ્મૃતિ વન, વીર બાળક સ્મારકનું તથા રિજીયોનલ સાયન્સ સેન્ટર સહિતના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તથા નર્મદા બ્રાન્ચ કેનાલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન સંબોધન કર્યું હતું. સંબોધનની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી. વડાપ્રધાને સ્મૃતિ વનને વેદનાનું પ્રતિક ગણાવ્યું હતું.

સ્મૃતિ વન વેદનાનું પ્રતિક
વડપપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, આજે મન બહુ ભાવનાઓથી ભરાયેલુ છે. ભુજીયા ડુંગરમાં સ્મૃતિ વન મેમોરીયલ અને અંજારમાં વીર બાળક સ્મારકનું લોકાર્પણ કચ્છની ગુજરાતની અને દેશની વેદનાનું પ્રતિક છે. અંજારમાં 75 પરિજનોએ બાળ સ્મારક બનાવાનો વિચાર આપ્યો હતો અને ત્યારે નક્કી કર્યું કે આ કામ પુરુ કરીશું, જે પ્રણ અમે લીધુ હતું તે આજે પુરુ થયું. જેમણે પોતાનાને ખોયા છે અને આજે ભારે મનથી હું આ સ્મારકને તેમને સમર્પિત કરું છું. કચ્છે જે પ્રેમ વરસાવ્યો છે, આશિર્વાદ આપ્યા છે જેથી હું આ ધરતી અને અહીંના લોકોને નમન કરું છું.

બે દાયકા પહેલા કચ્છે જે સહન કર્યું અને ત્યારબાદ જે જુસ્સો બતાવ્યો તેની ઝલક સ્મૃતિ વનમાં છે. આ સ્મારક આગળ વધવાની શાસ્વત ભાવનાથી પ્રેરીત છે. અમેરિકામાં આતંકી હુમલા બાદ સ્મારક બનાવાયું છે. હિરોશીમા દુર્ઘટના બાદ બનાવાયેલું મ્યુઝિયમ પણ જોયું છે. હું દેશવાસીઓને નમ્રતાથી કહું છું કે સ્મૃતિ વન વિશ્વના આવા સ્મારકોની તુલનામાં એક પગલું પણ પાછળ નથી. અહી પ્રકૃતી, પૃથ્વી અને જીવનની શિક્ષાની વ્યવસ્થા કરાઇ છે. હવે તમારા ઘેર મહેમાન આવે તો સ્મૃતિ વન જોયા વગર મોકલશો નહી. બાળકોની ટૂરમાં પણ એક દિવસ સ્મૃતિ વનનો રાખો.

ADVERTISEMENT

વડાપ્રધાન મોદી થયા ભાવુક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કે, અહીં રસ્તે ચાલતો માણસ પણ જો એકાદ સપનાનું વાવેતર કરે તો આખા કચ્છના લોકો તે સપનાને વટવૃક્ષ બનાવવા મચી પડે છે. પ્રધાનમંત્રીએ ભાવૂક થઈને એમપણ જણાવ્યું હતું કે, ભૂકંપ પછીની પહેલી દિવાળી મેં કે મારા મંત્રીઓ નહોંતી મનાવી.

ભૂકંપના બીજે જ દિવસે હું કચ્છમાં આવી ગયો હતો
વડાપ્રધાન મોદીએ કહ્યું કે 26 જાન્યુઆરીએ જ્યારે કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું દિલ્હીમાં હતો અને બીજા દિવસે હું કચ્છ પહોંચી ગયો હતો. ત્યારે હું મુખ્યમંત્રી નહોતો,  હું કાર્યકર હતો. મને ખબર નહોતી કે હું કેવી રીતે અને કેટલા લોકોને મદદ કરી શકીશ. પણ મેં નક્કી કર્યું કે હું અહીં તમારા બધાની વચ્ચે રહીશ.

ADVERTISEMENT

2047માં ભારત વિકસિત દેશ હશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે , આજે જ્યારે હું લાલ કિલ્લા પરથી કહું છું કે, ભારત 2047નો વિકસિત  દેશ બનશે. જેમણે મને કચ્છમાં સાંભળ્યો છે, 2001-2002ના ભૂકંપના તે ગાળામાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં મેં જે કહ્યું તે જોયું છે અને આજે તમારી નજર સામે સૌના રૂપમાં ઉભરી આવ્યા છે.  એટલા માટે હું કહું છું કે આજે તમે ભારતમાં ઘણી ખામીઓ જોઈ હશે. આજે હું 2047નું સપનું જોઉં છું મિત્રો, જેમ મેં 2001-2002 માં જોયું હતું ભારત 2047 તે કરી બતાવશે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT