સ્મૃતિ ઇરાનીએ કહ્યું, તમે તો પાટીદાર છો તમારે સબસિડીની કોઇ જરૂર નથી
હેતાલી શાહ/આણંદ : કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની મહિલા સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો.…
ADVERTISEMENT
હેતાલી શાહ/આણંદ : કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની મહિલા સંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ ઉપરાંત તેમણે મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો. સરકારની યોજનાઓ પહોંચી છે કે કેમ તે અંગે મહિલાઓના ઉત્થાન માટે શું કર્યું છે તે અંગે પણ માહિતી આપી હતી. અહીં સંવાદ દરમિયાન એક મહિલાએ પટેલ સમાજને ગેસની બોટલમાં બસસિડી નહી અંગે ફરિયાદ કરી હતી. આ ઉપરાંત શિષ્યવૃતિ પણ નથી મળી રહી તેની ફરિયાદ કરી હતી.
પટેલો પર તો માં ઉમિયાનો હાથ છે સબસિડીની જરૂર છે
જો કે સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, તમારા પર તો માં ઉમિયાનો આશિર્વાદ છે. આ યોજનાઓ તો ગરીબો માટે છે. જેના જવાબમાં મહિલાએ કહ્યું કે, દરેક પાટીદાર પૈસાદાર નથી હોતો. કોઇક અમારા જેવા પણ હોય છે. જેના 3 બાળકો હોય અને ઘર મુશ્કેલીથી ચાલતું હોય. તો સ્મૃતિ ઇરાનીએ તેના જવાબમાં કહ્યું કે, તમે ચૂંટણી બાદ આણંદના સાંસદ મિતેષ પટેલનો સંપર્ક કરજો જે પણ શક્ય હશે તેમાં મદદ કરીશું. જેથી મહિલાએ આભાર વ્યક્ત કર્યો હતો.
કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે સંવાદ કર્યો
બીજી તરફ કોલેજમાં અભ્યાસ કરી રહેલી વિદ્યાર્થીનીએ મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણ અંગે સવાલ કર્યો, જેનો ઉત્તર સ્મૃતિ ઇરાનીએ નિખાલસતાથી આપ્યો હતો. કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીતમાં સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, ચૂંટણીની રણભુમિ પર બ્યુગલ વાગી ચુક્યું છે. જનતા જનાર્દને ગુજરાતમાં નક્કી કર્યું છે કે, આ વખતે ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક માર્જિન સાથે ગુજરાતની પુણ્યતિથીએ જીત સુનિશ્ચિત કરવાની છે.
ADVERTISEMENT
ગુજરાતનો અદ્ભુત વિકાસ કરનાર ભાજપને લોકો મત આપશે
ગુજરાત અગ્રેસર છે, વિકાસના પથ પર અને મહિલા સન્માન સહિત તમામ બાબતે ગુજરાત અગ્રેસર છે. સારુ શિક્ષણ, વ્યવસાય, સુરક્ષા તમામ દ્રષ્ટીએ અગ્રેસર ગુજરાત ફરી એકવાર ભાજપ સરકારને મત આપશે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને સેવા કરવા માટેની તક આપશે.
ADVERTISEMENT