‘રૂ.400 ભાવ હતો ત્યારે ગેસના બાટલા પર બેસી જતી’- શક્તિસિંહ ગોહીલનું સ્મૃતિ ઈરાની મામલે વિવાદિત નિવેદન, Video
ભાવનગરઃ ભાવનગરના તળાજામાં કોંગ્રેસની મોટી સભા યોજાઈ હતી. દરમિયાન મતદારોને રાજી કરવા અને તેમને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતર્યા…
ADVERTISEMENT
ભાવનગરઃ ભાવનગરના તળાજામાં કોંગ્રેસની મોટી સભા યોજાઈ હતી. દરમિયાન મતદારોને રાજી કરવા અને તેમને પોતાની તરફ આકર્ષવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ પણ મેદાને ઉતર્યા હતા. દરમિયાન તેમણે સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા. તેમણે ગેસના સિલિન્ડરના ભાવને લઈને સ્મૃતિ ઈરાની પર ચાબખા માર્યા હતા.
કોંગ્રેસનો ગઢ છે તળાજા
તળાજામાં આજે કોંગ્રેસની જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલે વિવાદનો મધપુડો છંછેડાય તેવું નિવેદન કર્યું હતું. તેમણે ભાજપ અને ભાજપના નેતાઓ પર વાકબાણ ચલાવ્યા હતા. તેઓ અહીં ભાવનગરના તળાજાના કોંગ્રેસના ઉમેદવાર કનુ બારૈયા માટે પ્રચાર કરવા આવ્યા હતા. દરમિયાન તેમને ભાવનગરના એક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સભામાં લગભગ 5000 જેટલી મેદની ઉમટી આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં સાત વિધાનસભા બેઠક પૈકીની એક માત્ર તળાજા વિધાનસભા બેઠક કે જેમાં કોંગ્રેસ ઘણા સમયથી જીતતી આવી છે.
પ્રધાનમંત્રીના ખુબ માનીતા છે સ્મૃતિ ઈરાનીઃ શક્તિસિંહ
શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું કે, 400 રૂપિયા બાટલાનો ભાવ હતો ત્યારે તો એ ગુસ્સામાં આવીને ગેસના બાટલા પર બેસી જતી હતી. હવે બાટલાની સામે જોતા નથી. પ્રધાનમંત્રીના ખુબ માનીતા છે હોં… સ્મૃતિ ઈરાની. હવે તેમને કહીએ આવોને જુઓ તળાજામાં જે બાટલાની વાત કરતા હતા તે બાટલાના ભાવ જુઓ કેટલા છે. ગેસના બોટલના ભાવ 1060 પહોંચી ગયા છે. ભારતીય જનતા પાર્ટીના દેખાડવાના અને ચાવવાના જુદા જુદા છે આ તેનું સૌથી મોટું ઉદાહરણ છે.
ADVERTISEMENT
ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલનું સ્મૃતિ ઈરાનીને લઈને વિવાદાસ્પદ નિવેદન- જુઓ Video શું કહ્યું#Gujarat #Election2022 #BHAVNAGAR #ElectionWithGujaratTak pic.twitter.com/KrAW03Ep5P
— Gujarat Tak (@GujaratTak) November 27, 2022
(વીથ ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)
ADVERTISEMENT