સ્મૃતિ ઇરાની પાણીપુરીની લારી જોઇને તમામ પ્રોટોકોલ તોડીને પહોંચી ગયા
હેતાલી શાહ/આણંદ : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા ભાજપે સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રાનું આયોજન કર્યું. આ ગૌરવ યાત્રા આણંદ પહોંચી ત્યારે આણંદમાં કેન્દ્રીય કેબિનેટ…
ADVERTISEMENT
હેતાલી શાહ/આણંદ : ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી પહેલા ભાજપે સમગ્ર ગુજરાતમાં ગૌરવ યાત્રાનું આયોજન કર્યું. આ ગૌરવ યાત્રા આણંદ પહોંચી ત્યારે આણંદમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી સ્મૃતિ ઇરાનીની અધ્યક્ષતામાં જિલ્લામાં પાંચ સ્થળો પર જનસભાનું આયોજન કરવામાં આવ્યું. બીજી તરફ યાત્રા દરમિયાન અનેક સ્થળો પર તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું. તેમાં જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પિપલાવમાં પહોંચી ત્યારે માં આશાપુરાના દર્શન કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ત્યાર બાદ તેમણે પાણીપુરીનો આનંદ લીધો હતો.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત ક્યારે પણ થઇ શકે છે, અને ભાજપે ગુજરાતની સત્તા ફરીથી પ્રાપ્ત કરવા માટે ગૌરવ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા પહેલીવાર નથી નિકળી 2002 માં ગોધરા કાંડ બાદ ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2017 માં પણ ગૌરવ યાત્રાનું આયોજન ગુજરાતમાં થયું હતું, હવે 2022 ની વિધાનસબા ચૂંટણી પહેલા પણ આવી જ ગૌરવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
આ ગૌરવ યાત્રા હવે આણંદ પહોંચી તે આનંદ જે કે કોંગ્રેસનો ગઢ છે. બીજી તરફ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ જનસભાને સંબોધિત કરી હતી.બીજી તરફ તમામ સ્થળો પર ગૌરવયાત્રા સાથે સાથે સ્મૃતિ ઇરાનીનું પણ સ્વાગત કરવામાં આવ્યું. આણંદ બાદ આંકલાવ, બોરસદ, તારાપુ, બાંધણી ક્રોસરોડ, પેટલાદ, ખંભાત સહિત આણંદ જિલ્લાના સાત વિધઆનસભામાં સ્મૃતિ ઇરાની ગૌરવ યાત્રામાં જોડાયા તેની સાથે પુર્ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, સાંસદ મિતેશ પટેલ સહિત અનેક કાર્યકર્તાઓ પણ ગૌરવ યાત્રામાં જોડાયા હતા.
ADVERTISEMENT
જો કે ગૌરવયાત્રા જ્યારે આણંદના સોજિત્રાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પિપલાવ ગામ પહોંચી ત્યારે ત્યાં સ્મૃતિ ઇરાનીએ માં આશાપુરાના મંદિરના દર્શન બાદ બહાર નિકળ્યાં ત્યારે પાણીપુરીની લારી જોઇ ગયા હતા. પાણીપુરીની લારી જોયા બાદ મહિલા મંત્રી હોય કે સામાન્ય મહિલા પોતાની જાતને કેમ રોકી શકે. તુરંત જ તેઓ પાણીપુરીની લારીએ પહોંચી ગયા હતા અને પાણીપુરી ખાધી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, મધ્યગુજરાત કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. 2017 માં પણ આણંદ જિલ્લાની કુલ 7 વિધાનસભા બેઠકો પૈકી 5 કોંગ્રેસના કબજામાં છે. જ્યારે બે સીટ જ ભાજપ પાસે છે. જો કે આ વખતે મધ્યગુજરાતને મજબુત કરવા માટે ભાજપ દ્વારા એક પછી એક સ્ટાર પ્રચારકો ઉતારવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT