ગુજરાતમાં ફરી આવશે આકાશી આફત, વરસાદને લઈ અંબાલાલ પટેલે કરી આ આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં આ વર્ષ ઉનાળા દરમિયાન ચોમાસા જેવો માહોલ રહ્યો છે. ઉનાળાની શરૂઆત જાણે ચોમાસથી થઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે  આકરા તાપ  બાદ હવે મે મહિનાના અંતમાં  પણ ગુજરાતમાં વરસાદથી રાહત મળવાના એંધાણ નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં મે મહિનાના અંતમાં પણ વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ આ આકરી ગરમીમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાહત મળશે. આ સાથે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં ભર ઉનાળે અષાઢી માહોલ જોવા મળશે. આ વર્ષે જાણે વરસાદ બારે માસ રહેવાનો હોય તેમ ભર ઉનાળે વરસી રહ્યો છે.

અહી વરસી શકે છે વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. હવે આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે. તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 23 થી 26 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના પણ આપી દેવામાં આવી છે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. વરસાદ સાથે પવન પણ ફૂંકાઈ શકે છે અને વંટોળ આવી શકે છે. બીજી તરફ તા.25મી મેથી 28મી મે સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT