MORBI દુર્ઘટનામાં SIT ના રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ, 15 વર્ષની વોરંટી 5 દિવસમાં તુટ્યો કારણ કે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી : પુલ દુર્ઘટના કેસ મામલે હવે મોટો વળાંક આવ્યો છે. સરકાર દ્વારા નિયુક્ત કરાયેલી વિશેષ તપાસ સમિતિનો અહેવાલ સામે આવ્યો છે. એસઆઈટીની તપાસમાં પૂલ તૂટવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ઓરેવા કંપની અને મોરબી નગર પાલિકા વચ્ચે થયેલા કરાર અંગે જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. આ કરારમાં ઓરેવા કંપની અને નગર પાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ અને ઉપ પ્રમુખના હસ્તાક્ષર હતા. સમગ્ર મામલે જનરલ બોર્ડની પૂર્વ સંમતી પણ માંગવામાં આવી નહોતી. કરાર બાદ પણ સંમતી બાબતે પણ કંઈ પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો ન હતો.

મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સામાન્ય બોર્ડની પૂર્વ મંજૂરી વગર કરાર કર્યો
મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારીએ સામાન્ય બોર્ડની પૂર્વ મંજૂરી વગર આ કરાર કરવો જોઈતો નહોતો. મોરબી પાલિકાના મુખ્ય અધિકારી તથા ઉપપ્રમુખ કરાર મુદ્દે કંઈ પણ ખાસ બાબતો ધ્યાનમાં રાખી નહી, તેમજ ટેકનીકલ બાબતોના જાણકારોના સલાહ સૂચન વગર સમારકામ કરી દીધું હતું. એટલું જ નહી પરંતું સમારકામ કાર્ય શરૂ કર્યું તેના પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની પણ તપાસ કરવામાં આવી નહોતી.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની શંકાસ્પદ ભુમિકા
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અને ઉપપ્રમુખે સમાધાનના મુદ્દાને યોગ્ય રીતે લીધો ન હોવાનું પણ સીટના રિપોર્ટમાં ખુલાસો થયો છે. સક્ષમ ટેકનિકલ નિષ્ણાંત સાથે પરામર્શ વિના સમારકામ કરવામાં આવ્યું હતું. સમારકામ કાર્ય શરૂ કરતા પહેલા મુખ્ય કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરની તપાસ કરવામાં આવી નહોતી. 49 માંથી 22 કેબલ પહેલેથી જ તોડી નંખાયા હતા. જેના અનુસાર આ કેબલ બ્રિજ તૂટી પડ્યો તે અગાઉ જ કેટલાક તાર કપાઈ ગયા હતા. જ્યારે અકસ્માત બન્યો ત્યારે બીજા બાકી રહેલા 27 તાર તુટી ગયા અને સમગ્ર પુલ તુટી પડ્યો હતો.

ADVERTISEMENT

ઓરેવા કંપનીએ 2 કરોડના ખર્ચે કર્યું હતું રિનોવેશન
મોરબીની મચ્છુ નદી પર આવેલા ઝૂલતા બ્રિજનું રિનોવેશન ઓરેવા કંપનીએ 2 કરોડના ખર્ચે કર્યું હતું. ભારતમાં સીએફએલ અને એલઈડી બલ્બમાં ઓરેવા દિગ્ગજ કંપની છે. જો કે બલ્બ પર વોરંટી આપતી કંપનીએ આ બ્રિજની કોઇ વોરંટી નિભાવી પણ શકી નહોતી. 26 ઓક્ટોબરથી મોરબીનો ઝૂલતો પુલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા 12થી 15 વર્ષની મજબૂતાઈની ગેરંટી આપવામાં આવી હતી. જો કે 5 દિવસની અંદર બ્રિજ તુટી પડ્યો હતો. 135 લોકો કાળનો કોળિયો બની જતાં હાહાકાર મચી ગયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT