જાફરાબાદ અને વેરાવળ બંદર પર લગાવ્યું 1 નંબરનું સિગ્નલ, દરિયો ન ખેડવા સૂચના

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: હવામાન વિભાગના અનુસાર લૉ પ્રેશર સિસ્ટમને લઈ બે દિવસ કમોસમી વરસાદ વરસશે. કમોસમી વરસાદ સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, રાજકોટ, ઉત્તર ગુજરાતના અરવલ્લી અને દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં માવઠું થશે. આ દરમિયાન જાફરાબાદ અને વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્ન લગાવ્યું છે અને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

અમરેલીમાં હવામાન વિભાગની આગાહીને લઈ સમુદ્રમાં ડિપ્રેસરના કારણે જાફરાબાદ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું છે. જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદની અસર દેખાય શકે છે. ખેડૂતોએ પોતાની જણસો ખુલ્લામાં ન રાખવા તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. જાફરાબાદ પીપાવાવ દરિયા કાંઠે કમોસમી વરસાદણી અસર દેખાઈ શકે છે. હવામાન વિભાગની આગાહીને લઈને લગાવ્યું છે.

કેરીનાં પાકને થશે નુકશાન
ગઇકાલે કમોસમી વરસાદને પગલે શિયાળુ પાક અને ખાસ કરીને ગીરની કેસર કેરીના પાકને નુકસાન થવાની ભિતી સેવાઈ રહી છે. ખેડૂતોમાં માવઠાને લઈને ચિંતા પ્રસરી ગઈ છે.

ADVERTISEMENT

પોરબંદર બંદર પર 1 નંબરનું સિગ્નલ લગવાયું
પોરબંદર બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તકેદારીના ભાગરૂપે લગાવવામાં આવ્યું સિગ્નલ વેરાવળ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં છે. હવામાન વિભાગની આગાહી બાદ અહીં એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે જ ભરૂચના દહેજ બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે.

વિથ ઈનપુટ: અજય શીલું, હિરેન રવૈયા  

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT