શ્રાવણીયો જુગારઃ અંબાજીની હોટલમાં 13.99 લાખની મત્તા સાથે જુગાર રમતા 19 યુવકો ઝડપાયા, જાણો કોણ કોણ પકડાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news

શકિતસિંહ રાજપુત.અંબાજી: શ્રાવણ શરૂ થયો નથી કે જુગારીઓને જુગાર રમવાના બહાના મળી જાય છે. શ્રાવણ માસમાં જુગાર રમવો તો પરંપરા છે આવું કહીને જુગાર રમવાની પોતાની લતને સંતોષવા માટે ગેરકાયદે જુગાર રમવાવાળા લોકોનો આપણે ત્યાં જોટો જડે તેમ નથી. આવા જ કેટલાક જુગારી યુવાનો અંબાજીમાં પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. અંબાજીમાં પોલીસની એક કાર્યવાહી દરમિયાન આવા 19 લોકો શ્રાવણીયો જુગાર રમતા પકડાયા છે જેમાં પોલીસને તેમની પાસેથી 13.99 લાખ રૂપિયાની મત્તા મળી આવી છે. પોલીસે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

અંબાજી પોલીસ સ્ટેશનનો ઘેરાવોઃ કેમ અંદર સુધી ખીચોખીચ ભરાયું પોલીસ મથક?

જુગારીઓમાં કોણ કોણ પકડાયું?

શ્રાવણ માસમાં જુગાર રમવાની અને જુગારીઓ પકડવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમાં પણ બનાસકાંઠા એલસીબી પોલીસે અંબાજીની હોટલમાંથી જુગાર રમતા લોકોને પકડ્યા છે. ભુજ રેન્જ આઈજી જે આર મુથલીયા તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ નાબૂદ કરવા તથા તે અંગે કડક અમલ અમલવારી કરવા પોતાના પોલીસ સ્ટાફને સૂચના કરી હતી. જે પ્રમાણે ડીઆર ગઢવી (પોલીસ ઇન્સ્પેક્ટર, LCB) તથા પી એલ આહીર (પોલીસ સબ ઇન્સ્પેક્ટર, LCB) તથા પોલીસ સ્ટાફના માણસો અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તાર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી માહિતી આધારે અંબાજી ટાઉનમાં આવેલી રાજમંદિર હોટલમાં ત્રીજા માળે રેડ કરતા આરોપીઓ. મિતેશભાઇ ઠક્કર (રહે પાલનપુર) 2. મુરલીધર કાલેર ભાંડ (રહે, અંબાજી) 3. જગુભા રાઠોડ (રહે. ભાભર) 4. અતુલભાઇ ઠક્કર (રહે. ભાભર) 5. રાહુલ લુહાર (ભાભર) 6. ગૌતમ રાજગોર (ધરનાળમોટી) 7. ભરત માળી (દિયોદર) 8. રસિક લુહાર (રહે. વખા) 9. આનંદ સોની (રહે ભાભર) 10. મહિપતસિંહ રાઠોડ (રહે ભાભર) 11. અંકિતગીરી ગોસ્વામી (રહે ખેરાલુ) 12. આનંદ સોની (રહે. ડભોડા) 13. રમેશ માળી (રહે વખા ગોડીયા) 14. સાગરભાઇ ઠક્કર (રહે. પાટણ) 15. વિશાલસિહ રાઠોડ (રહે. ભાભર) 16. રાહીલ ઘાંચી (રહે ભાભર) 17. કનુભા દરબાર 18. અરવિંદ માળી (રહે ભાભર) અને 19.ઇન્દુભા સોલંકી પોલીસના હાથ ઝડપાઈ ગયા હતા.

હોટલના ત્રીજા માળે ચાલતો હતો શ્રાવણીયો જુગાર

કોઈન વડે જુગાર રમતા રોકડા 1,21,500 સહિત 13,99,300 નામ માલમુદ્દા સાથે ઝડપી પાડતી ઉપરોક્ત ઈસમો વિરૂદ્ધ અંબાજી પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા 4,5 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હોટલના મેનેજરે જુગાર રમવા માટે ટેબલ આપ્યું હતું અને અન્ય સાધન સામગ્રી આપી હતી. જેને પગલે તેની પણ ઘરપકડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT