દેવભુમિ દ્વારકામાં ચોંકાવનારી ઘટના! તલાટીએ તાલુકા પ્રમુખનું નાક કાપી નાખ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

દેવભુમિ દ્વારકા : જિલ્લામાં એક ચોંકવનારી ઘટના સામે આવી છે. જેમાં એક માથા ફરેલા તલાટીએ તાલુકા પંચાયતના પ્રમુખ પર છરીથી હુમલો કર્યો હતો. જેમાં ચહેરા પર ગંભીર ઇજા પહોંચી હતી અને નાક પર છરી વાગી હતી. તલાટીની આ હરકતથી ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ તો ઇજાગ્રસ્ત તાલુકા પંચાયત પ્રમુખ માલદેભાઇ રાવલિયા અને તેમના ભાઇ જેઠાભાઇ રાવલિયાને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

તલાટી-પ્રમુખ વચ્ચે કોઇ મુદ્દે બોલાચાલી થઇ
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ભાણવડ તાલુકાના પંચાયતના પ્રમુખ પર જીવલેણ હૂમલો થયો હતો. આ હુમલો કોઇ પ્રતિદ્વંદી કે અન્ય કોઇ સ્થાનિક વ્યક્તિ દ્વારા કરવામાં નહોતો આવ્યો પરંતુ તલાટી દ્વારા કરવામાં આવ્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ માલદેભાઈ રાવલિયા અને તેમના ભાઈ જેઠાભાઇ રાવલિયા પર ફતેપુર ગામે જ હુમલો કરવામાં આવ્યો હતો.

તલાટી પાસે છરી ક્યાંથી આવી તે સૌથી મોટો સવાલ
તલાટી ફતેપુર ગામમાં ફરજ બજાવે છે. તેઓને કોઇ કામ બાબતે તાલુકા પ્રમુખ અને તેના ભાઇ સાથે બોલાચાલી થઇ હતી. જેથી ઉશ્કેરાયેલા તલાટીએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. તલાટી મંત્રી પ્રદિપસિંહ ડોડીયાએ તાલુકા પંચાયતના પ્રમુખ પર છરી વડે હુમલો કરતા સારવાર અર્થે જામનગર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT