ભાવનગર તોડકાંડમાં શિવુભા ગોહિલના કોર્ટે શરતી જામીન કર્યા મંજૂર, યુવરાજસિંહને મળશે રાહત?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: સૌથી વધારે ચર્ચા તોડકાંડની થઈ અને યુવરાજસિંહ જાડેજાને સમન્સ મળ્યુ ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી. આ કેસમાં રોજ એક નવી અપડેટ આવે છે હાલ જે સમાચાર સામે આવ્યા છે. યુવરાજસિંહના સાળા શિવુભાના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આમ તો શરતી જામીન છે પણ રાહત મળી છે. પોલીસે યુવરાજસિંહ સામે 900 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે

ભાવનગરનાં ચકચારી તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજાના સાળા શિવુભા ગોહીલના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. યુવરાજસિંહનાં સાળા શિવુભા ગોહિલ વિરુદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ મથકમાં એક કરોડ રૂપિયાનાં તોડકાંડમાં સંડોવણી હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. પોલીસે તોડકાંડ પ્રકરણમાં કુલ 6 શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાંથી અત્યાર સુધીમાં 5 લોકોના જામીન મંજૂર થયા છે. જેમાં ઘનશ્યામ લાધવા, કાનભા ગોહિલ, બિપીન ત્રીવેદી, રાજુના જામીન દેશ નહીં છોડવા અને પોસપોર્ટ જમા કરાવવો તે શરતે જામીન આપ્યા હતા જ્યારે રમેશ બારૈયાએ આગોતરા જામીન મુકતા તેના પણ મંજુર કરાયા છે. જો કે ઉલ્લેખનીય છે કે ભાવનગર કોર્ટે શિવુભાના શરતી જામીન મંજૂર કર્યા છે. શિવુભા ગોહિલે 15 હજારના બોન્ડ અને ગુજરાત બહાર જવા માટે કોર્ટની મંજૂરી લેવાની શરતે જામીન મેળવ્યા છે. આ સાથે શિવુભાને પોતાનો પાસપોર્ટ પણ કોર્ટમાં જમા કરાવવો પડશે.

900 પાનાની ચાર્જશીટ રજૂ
તોડકાંડમાં પોલીસે 90 દિવસ પછી કોર્ટમાં યુવરાજસિંહ વિરુદ્ધ 900 પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી તેમ જાણવા મળ્યું હતું. સવાલ એ થાય કે આ 900 પાનામાં પોલીસે ક્યાં ક્યાં પૂરાવા રજૂ કર્યા છે ? આ ચાર્જશીટમાં પોલીસે આરોપીઓ સામેના પૂરાવા અને સાક્ષીઓ ત્યા રજૂ કર્યાં છે. આ કેસમાં કુલ 128 સાક્ષીના નામ આપવામાં આવ્યા છે. જેમાંથી 17 સાક્ષીના 164 મુજબના નિવેદન નોંધવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ક્યારે લેવાય છે 164 મુજબ નિવેદન
કોઈપણ ચકચારી કેસ હોય કે તપાસ દરમિયાન પોલીસ અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો મુકવામાં આવ્યા હોય કોઈની સામેના તો તેવા કેસમાં મેજિસ્ટ્રેટ સમક્ષ 164નું નિવેદન નોંધવામાં આવે છે. આ ઉપરાંત કોઈપણ કેસમાં તપાસ દરમિયાન સાક્ષી કે પછી અપરાધી પોતાનું નિવેદન વાંરવાર બદલતુ હોય તો તેની સામે પણ 164નું નિવેદન લેવામાં આવે છે. આ ઉપરાંત પીડિત કે પછી અપરાધી સાથે જોડાયેલી વ્યક્તિ પણ સામેથી આ નિવેદન આપવા આવે તો પણ તેનું 164 ના નિવેદનમાં ગણવામાં આવે છે.

યુવરાજસિંહ સામે જ્યારે તોડકાંડનો આરોપ લગાવવામાં આવ્યા ત્યારે તેના સમર્થકો રોષે ભરાયા હતા. યુવરાજસિંહ જ્યારે ડમીકાંડનો ખુલાસો કર્યો ત્યારપછી એવું સાબિત થયું કે યુવરાજસિંહ ડમીકાંડના આરોપીઓ પાસેથી તોડ કરે છે. અને પછી આ સમગ્ર મામલો શરુ થયો. યુવરાજસિંહ સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો , આમ આ સમગ્ર તોડકાંડે રાજ્યભરમાં હાહાકાર મચાવ્યો. આ કેસમાં જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી તેમાં અલગ-અલગ સીમકાર્ડ અને મોબાઈલ ફોન પણ સામેલ છે. 28 મોબાઈલ ફોનના સીડીઆર રજૂ કરવામાં આવ્યા છે. જીઓ, એયરટેલ, વોડાફોન અને બીએસએનએલના સીમકાર્ડ રજૂ કરાયા અને આ ચારેય કંપનીના ઓથોરાઈઝ્ડ અધિકારીઓને સાક્ષી તરીકે ત્યાં રજૂ કરવામાં આવ્યા છે. તો આ જ રીતે એક આંગડિયા પેઢીના મેનેજર અને એક એચડીએફસી બેંક, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ બેંકના મેનેજરને પણ સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. તોડકાંડમાં લાખો રુપિયાની હેરફેર થઈ હોય તેવા પૂરાવા એટલે કે સીસીટીવી પણ રજૂ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

આ કેસમાં ફરિયાદી જ પોલીસ અધિકારી છે. એટલે પહેલી તપાસ પી.આઈ. ખાંટને સોંપવામાં આવી હતી તો તેમને પણ સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ તપાસ ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશન પહોંચી હતી તો નિલમબાગ પોલીસ સ્ટેશનના પીઆઈને પણ સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આમ આ કેસમાં ફરિયાદીમાં જે પણ તપાસ કરતા અધિકારીઓ હતા તેને પણ સાક્ષી તરીકે રજૂ કરવામાં આવ્યા છે. આ કેસમાં અલગ-અલગ ચાર કાર પણ કબજે કરવામાં આવી છે. 3 થી વધારે હાર્ડડીસ્ક અને 7 જેટલી પેનડ્રાઈવ પણ કબજે કરી છે. આ ઉપરાંત યુવરાજસિંહ અને તેમના સાળા જ્યાં મિટિંગ કરવા જતા હતા એ ઘટનાના સીસીટીવી ફુટેજ પણ કબજે કર્યા છે. આમ આ ચાર્જશીટમાં આ બધા પૂરાવા રજૂ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

મળી શકે છે યુવરાજસિંહને રાહત
આ સાથે એક વાત અહીં એ છે કે યુવરાજસિંહને પણ રાહત મળી શકે છે. કારણ કે તોડકાંડમાં સંડોવાયેલા તેમના સાળાના ઘરેથી રોકડ રકમ મળી આવી હતી. ભાવનગર પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યા પછી શિવુભાએ જામીન માટે રજૂઆત કરી. અગાઉ સરકારે જામીન ન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી ત્યારે કોર્ટે શિવુભાની જામીન અરજી ફગાવી દીધી હતી પણ હવે કોર્ટે જામીન મંજૂર કર્યા છે તો લાગી રહ્યું છે કે યુવરાજસિંહને પણ જામીન મળી શકે છે. જો કે આરોપીને જામીન આપવા કે નહીં એ સમગ્ર મુદ્દો કોર્ટ પર જ નિર્ભર હોય છે. એટલે યુવરાજસિંહને જામીન આપવા કે નહીં એ પણ કોર્ટ જ નક્કી કરશે.

    follow whatsapp

    ADVERTISEMENT