Bharuch ના દરિયામાંથી મળ્યું 100 કિલોનું શિવલિંગ, દર્શન માટે ઉમટી પડ્યા લોકો; જુઓ VIDEO
ભરૂચના દરિયામાંથી શિવલિંગ મળી આવ્યું માછીમારોને સમુદ્રમાંથી મળી આવ્યું શિવલિંગ આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા Gujarat Shivling From Sea: ભરૂચના દરિયામાંથી શિવલિંગ મળી આવ્યું છે.…
ADVERTISEMENT
- ભરૂચના દરિયામાંથી શિવલિંગ મળી આવ્યું
- માછીમારોને સમુદ્રમાંથી મળી આવ્યું શિવલિંગ
- આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા
Gujarat Shivling From Sea: ભરૂચના દરિયામાંથી શિવલિંગ મળી આવ્યું છે. આ શિવલિંગનું વજન લગભગ એક ક્વિન્ટલ છે. વાસ્તવમાં ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારો દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમની જાળમાં આ શિવલિંગ ફસાયું હતું. ઘણી મહેનત બાદ માછીમારો શિવલિંગને દરિયાકાંઠે લાવ્યા હતા. હવે તેને જોવા માટે આસપાસના વિસ્તારના લોકો ઉમટી પડ્યા છે. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
માછીમારી કરવા દરિયામાં ગયા હતા માછીમારો
જંબુસર તાલુકાના કાવી ગામના 10 માછીમારો દરિયામાં માછલી પકડી રહ્યા હતા. આ માટે તેમણે જાળ ફેંકતાની સાથે જ તેમને થોડું ખેંચાણ અનુભવ્યું. તેઓએ વિચાર્યું કે કદાચ કોઈ મોટી માછલી ફસાઈ ગઈ હશે. માછીમારોએ તેમની જાળ સમેટવાનું શરૂ કર્યું. જાળ ખૂબ જ ભારે હતી. મહામહેનતે જ્યારે તેઓએ જાળ ભેગી કરી ત્યારે તેમને કંઈક ભારે પથ્થર જેવું લાગ્યું. જ્યારે જાળને હોડીમાં લાવવામાં આવી, ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તે પથ્થર શિવલિંગના આકારમાં હતો.
સમુદ્રમાંથી મળી આવેલા શિવલિંગના દર્શન માટે ભક્તોની પડાપડી#bharuch #GujaratShivling #mahadev #gujarat pic.twitter.com/dd6vTQnSNm
— Gujarat Tak (@GujaratTak) February 8, 2024
મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે દર્શન માટે
માછીમારો શ્રદ્ધા સાથે શિવલિંગને કિનારે લાવ્યા. આ સમાચાર ગામમાં જંગલની આગની જેમ ફેલાઈ ગયા. હવે મોટી સંખ્યામાં લોકો શિવલિંગના દર્શન કરવા માટે સ્થળ પર પહોંચી રહ્યા છે. ભીડ વધી જતાં મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. હવે પોલીસ ભીડને નિયંત્રિત કરી રહી છે. એવું કહેવાય છે કે શિવલિંગનું વજન લગભગ ક્વિન્ટલ છે. શિવલિંગ સમુદ્ર ક્યાંથી આવ્યો? આ શિવલિંગ ક્યાંનું છે? આ હજુ સુધી કોઈ જાણી શક્યું નથી.
જિલ્લા વહીવટી તંત્રએ તપાસ હાથ ધરી
આ અંગેની જાણ થતાં જિલ્લા પ્રશાસનના લોકો પણ તપાસ માટે ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સ્થાનિકોનું કહેવું છે કે શિવલિંગ પર શેષનાગના ચિહ્નો પણ જોવા મળ્યા છે. સ્થાનિક ધાર્મિક સંસ્થાઓ હવે તેને કાવી ગામની નજીક ક્યાંક સ્થાપિત કરવા અંગે ચર્ચા કરી રહી છે. આ શિવલિંગ કયા પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
(ઈનપુટઃ ગૌતમ ડોડીયા)
ADVERTISEMENT
ADVERTISEMENT