પ્રેમી સાથે મળી કેન્સરગ્રસ્ત પતિને ઉતાર્યો મોતને ઘાટ, પત્નીનો આ રીતે ફૂટ્યો ભાંડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: થોડા દિવસ પૂર્વે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના વિરડી ગામ નજીક એક 40 વર્ષીય પુરુષની લાશ મળી આવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જે અંતર્ગત માળીયા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિણે મોતને ઘાટ ઉતાર્યો હોવાનું ખૂલ્યું છે. હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસનો ભાંડો ફૂટ્યો છે.

પોલીસે તપાસ કરી રહી હતી આ દરમિયાન મૃતકના પત્નીના ફોનમાં કેટલાક શંકા સ્પદ મેસેજના આધારે બનાવ હત્યાનો હોવાનું જણાયું હતું. બાદમાં પોલીસે વધુ તપાસ હાથ ધરતા સમગ્ર મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકને તેમના પત્ની અને તેમના પ્રેમી ભરત વાઢીયાએ મોતને ઘાટ ઉતાર્યા હતો.

મૃતકને હતું કેન્સર
મૃતકની પત્ની અને તેના પ્રેમીએ યુવકનેમાથા અને શરીરના ભાગે ઇજા પહોંચાડી તેનું મોત નિપજાવ્યું હતું. મૃતક કેન્સરના રોગથી છેલ્લા કેટલાક સમયથી પીડિત હતા અને આર્થિક રીતે સક્ષમ ન હોવાથી તેમના પત્ની ભરત વાઢિયા તરફ આકર્ષાયા હતા. આ બંને વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી અફેર ચાલી રહ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

પતિ પત્ની ઓર વો ફિલ્મની જેમ માળિયાંનો આ કિસ્સો ચર્ચામાં છે. મૃતક ભાવેશના પત્ની ભરત વાઢીયા નામના શખ્સ સાથે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવી રહ્યું છે. માળીયા હાટીના વીરડી ગામનો કારડીયા રજપૂત યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમારની લાશ વિરડી ગામેથી અડધો કિમી દૂર માળીયાહાટીના તરફ જતા પુલ નીચેથી વિરડી ગામના જ યુવાન ભાવેશભાઈ કાનાભાઈ પરમાર ઉ.વ. 40 ની લાશ પડી હોવાના સમાચાર મળતાં માળીયા હાટીના પોલીસના પી એસ આઇ બી.કે ચાવડા તથા સ્ટાફ ધટના સ્થળે દોડી ગયા હતા.

તપાસ કરતાં હત્યાનો ભેદ ખૂલ્યો
આ ઘટના ખરેખર અકસ્માત કે પછી હત્યા છે તે આ કેસમાં શંકાસ્પદ લાગતા ઉડાણ પૂર્વક તપાસ કરતા હત્યા હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક ભાવેશભાઈ પરમારની પત્ની અને તેમનો પ્રેમી અમરાપુર ગામના વતની ભરત વાઢીયાને પોલીસે સઘન પૂછપરછ કરતા મૃતકના પત્ની અને તેમના પ્રેમીએ સાથે મળી મૃતકના ઘરમાં જ ભાવેશભાઈ કાનાભાઈ પરમાર હત્યા કરી હત્યાની કબુલાત આપતા પોલીસે ધરપકડ કરી છે.

ADVERTISEMENT

કુહાડીના ઘા ઝીંકી કરાઈ હત્યા
મૃતક માથાના ભાગમાં કુહાડીથી ઇજા કરી હત્યામાં નિપજાવી હતી. ભાવેશભાઈની કરપીણ હત્યા કરી ભાવેશભાઈને વીરડીથી માળીયા હાટીના તરફ જતા નાલા પાસે ભાવેશભાઈને મોટર સાયકલ સાથે ફેંકી હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસ સ્ટાફે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT