તો શું ભાજપ સરકાર જઇ રહી છે? OBC પ્રભાવિત બીજા તબક્કા અંગે મોટી ભવિષ્યવાણી
ગાંધીનગર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ સોમવારે મતદાન કર્યા બાદ જણાવ્યું કે, હું 27 વર્ષના કુશાસનનો અંત જોઇ રહ્યો છું.…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શંકરસિંહ વાઘેલાએ સોમવારે મતદાન કર્યા બાદ જણાવ્યું કે, હું 27 વર્ષના કુશાસનનો અંત જોઇ રહ્યો છું. બીજા તબક્કામાં જેટલી પણ સીટો છે તેમાં OBC નાગરિકોનું પ્રભુત્વ છે. ઓબીસી એસસી અને એસટી અને મુસ્લિમ સમુદાય ભાજપના કુશાસનથી કંટાળી ચુકેલા છે. 27 વર્ષ જુના ભાજપના શાસનનો અંત આવી રહ્યો હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે.
OBC પ્રભાવિત આ બીજા તબક્કામાં ભાજપના સુપડા સાફ થઇ જશે
વાઘેલાએ જણાવ્યું કે, બીજા તબક્કામાં OBC મતદારો સૌથી વધારે છે. કોંગ્રેસ પણ પોતાના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તરીકે ઓબીસી ચહેરાને ઉતારવાની જાહેરાત કરી ચુક્યાં છે. જેના કારણે મને લાગી રહ્યું છે કે,મધ્ય તથા ઉત્તર ગુજરાતનો સમગ્ર OBC સમાજ એક થઇને કોંગ્રેસ તરફ મતદાન કરશે. જેથી 27 વર્ષ લાંબા ભાજપના શાસનનો અંત આવશે.
ગુજરાતમાં બીજો તબક્કો ઓબીસી પ્રભાવિત રહેશે
અત્રે ઉલ્લે્ખનીય છે કે, ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતની કુલ 93 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન થઇ ચુક્યું છે. ત્યારે શંકરસિંહ વાઘેલાનો દાવો ખુબ જ ચોંકાવનારો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT