સિગ્નલ સેફ્ટીની સમસ્યા અંગે રેલવેને 9 ફેબ્રુઆરીએ જ જાણ કરાઈ હતી? શક્તિસિંહ ગોહિલના દાવાથી ખળભળાટ
અમદાવાદ: ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 275 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 1100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બાદથી…
ADVERTISEMENT
અમદાવાદ: ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં અત્યાર સુધી 275 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 1100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટના બાદથી વિપક્ષ દ્વારા સતત રેલવે મંત્રીના રાજીનામાની માગણી કરવામાં આવી રહી છે. ત્યારે આ વચ્ચે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલવેના એક પત્રને પોસ્ટ કરીને મોટો ધડાકો કર્યો છે અને સમગ્ર અકસ્માત પાછળ રેલવેની જ બેદરકારી હોવાનું જણાવ્યું છે.
શક્તિસિંહ ગોહિલે કર્યું ટ્વીટ
રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને જણાવ્યું કે, 9મી ફેબ્રુઆરી 2023ના રોજ આંતરિક રિપોર્ટમાં સિગ્નલ સેફ્ટી પર વાત કરતા કહેવાયું હતું કે જો સિગ્નલનું કામ ઠીક ન થયું તો મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમ છતાં મોદી સરકારે આ રિપોર્ટ પર ધ્યાન ન આપ્યું.
9 फरवरी 2023 की आंतरिक रिपोर्ट में सिग्नल सेफ्टी पर बात करते हुए कहा गया था कि अगर सिग्नल का काम ठीक नहीं हुआ तो बड़ी दुर्घटना हो सकती है। फिर भी मोदी सरकार ने इस रिपोर्ट पर ध्यान नहीं दिया। pic.twitter.com/M8vRX32cfN
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) June 4, 2023
ADVERTISEMENT
રિપોર્ટમાં સિગ્નલમાં ગરબડીનો ઉલ્લેખ
શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરેલા આ રિપોર્ટમાં સિગ્નલમાં ગરબડીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. જેમાં UPમાં સંપર્ક ક્રાંતિ મેઈન લાઈનની જગ્યાએ ખોટી લાઈન પર જતી રહે છે. જોકો લોકો પાઈલોટના ધ્યાને આ બાબત આવતા તે ટ્રેનને થોભાવી દે છે. દક્ષિણ-પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા આ પત્ર લખવામાં આવ્યો છે અને સિગ્નલમાં ખામીની વાત પર તાત્કાલિક ધ્યાન આપવા માટે કહેવાયું છે.
मोदी सरकार ने कमेटी के कहने के बावजूद गलतियां नहीं सुधारीं।कमीशन रेलवे सेफ्टी की स्वतंत्रता को खत्म कर पॉवर रेलवे को दे दी गईं।
9 फरवरी 2023 की आंतरिक रिपोर्ट में सिग्नल सेफ्टी पर बात करते हुए कहा गया था कि अगर सिग्नल का काम ठीक नहीं हुआ तो बड़ी दुर्घटना हो सकती है।
फिर भी… pic.twitter.com/IVr1GBf5Qu
— Congress (@INCIndia) June 4, 2023
ADVERTISEMENT
તો બીજી તરફ ગઈકાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નિવેદન આપ્યું હતું કે, બાલાસોર ટ્રેન દુર્ઘટના પાછળ ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ જવાબદાર હોઈ શકે છે. ત્યારે આ બાદ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે રેલવેનો જ પત્ર જાહેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT