અમદાવાદની ગરમીએ બગાડી શાહરૂખ ખાનની હાલત, ડિહાઈડ્રેશન થતાં ખસેડાયો હોસ્પિટલમાં
Ahmedabad News: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આજે બપોરે તબિયત લથડી હતી. જે બાદ તેઓેને સારવાર અર્થે તાત્કાલિક KD હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
Shahrukh Khan Hospitalized due to heat stroke: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મેચ જોવા આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan)ની આજે બપોરે તબિયત લથડી હતી. જે બાદ તેને સારવાર અર્થે તાત્કાલિક KD હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે.
શાહરૂખ ખાનને લૂ લાગી!
મળતી માહિતી અનુસાર, શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે KKR અને સનરાઇઝર્સ હૈદરાબાદ ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અમદાવાદ આવ્યો હતો. અમદાવાદ મેચ જોવા આવેલા બોલિવૂડ એક્ટરની આજે બપોરે તબિયત લથડતા શહેરની KD હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેની તપાસ કરતા તેને ડિહાઈડ્રેશન હોવાની જાણ થઈ હતી. જોકે, શાહરૂખને હોસ્પિટલમાં લઈવામાં આવતા હોસ્પિટલ ખાતે અને હોસ્પિટલની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ફેન્સ ચિંતામાં મુકાયા
એકાએક શાહરૂખ ખાનની તબિયત લથડી હોવાના સમાચાર મીડિયામાં વહેતા થતાં તેના ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા છે. હાલ સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, કેડી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શાહરૂખ ખાનની સંભાળ લવાઈ રહી છે. આ મામલે હોસ્પિટલ મેનેજમેન્ટ કંઈપણ કહેવા તૈયાર નથી. હોસ્પિટલમાં આવતા તમામ લોકો અને સ્ટાફનું ચેકિંગ કરીને જ હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT