Surat માં ફેસિયલ કરાવવા ગયેલી તરૂણી સાથે શાહરુખે કરી ખુબ જ વિકૃત હરકત, તરૂણીની માતા પણ…
Surat News : વેસુમાં જાવેદ હબીબી સલુનમાં વાળ કપાવવા અને ફેશિયલ કરાવવા માટે આવેલી 17 વર્ષીય કિશોરી સાથે હેર સલુનના કર્મચારીએ છેડતી કરીને અડપલા કર્યાનો…
ADVERTISEMENT
Surat News : વેસુમાં જાવેદ હબીબી સલુનમાં વાળ કપાવવા અને ફેશિયલ કરાવવા માટે આવેલી 17 વર્ષીય કિશોરી સાથે હેર સલુનના કર્મચારીએ છેડતી કરીને અડપલા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ છે. કિશોરીની માતા સલુનમાં બેઠી હતી. દરમિયાન આરોપીએ પાર્ટીશનની બાજુમાં બેસાડીને કિશોરી સાથે અડપલા શરૂ કરી દીધા હતા. વેસુ પોલીસમાં માતાએ ફરિયાદ ફરિયાદ દાખલ કરાવી છે. હાલ તો પોલીસે જાવેદ હબીબ સલુનના કર્મચારી શાહરુખ ઉર્ફે મોહમ્મદ રિયાઝ હસમતુલ્લાહ શાહની પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.
વેસુના વીઆઇપી રોડ પર જાવેદ હબીબ સલુનની ઘટના
વેસુના વીઆઇપી રોડ પર આવેલી શિવકાર્તિક એન્કલેવ શોપિંગ સેન્ટરમાં જાવેદ હબીબ સલુન આવેલું છે. છેડતી કરનાર આરોપી શાહરુખ ઉર્ફે મોહમ્મદ શાહ ત્યાં જ રહેતો હતો. સૌથી ચોંકાવનારી બાબત છે કે, હેર સલુનમાં લેડીઝ રખાયેલી નથી. જ્યારે અહીં ગ્રાહક તરીકે લેડીઝ અને જેન્ટ્સ બંન્ને આવે છે. શાહરુખ અઢી વર્ષથી સલુનમાં કામ કરતો હતો.
દિવાળી ટાણે તૈયાર થવા ગયેલી તરૂણીને કડવો અનુભવ
દિવાળી હોવાથી બપોરે માતા પોતાની સગીર પુત્રી સાથે સલુનમાં વાળ કપાવવા અને ફેશિયલ કરવા માટે પહોંચી હતી. માતા સલુનમાં બેઠી હતી જ્યારે પુત્રી વાળ કપાવી રહી હતી. જો કે હવસખોર શાહરુખે કિશોરી સાથે શારીરિક અડપલા શરૂ કર્યા હતા. જેથી સગીરા ગભરાઇ ગઇ હતી. સગીરાએ ત્યારે તો કોઇ વાત કરી નહોતી પરતુ ઘરે આવીને માતાને વાત કરી હતી. જેથી માતા પહેલા સલુન પહોંચી અને પોલીસને બોલાવીને ગુનો દાખલ કરાવ્યો હતો.
ADVERTISEMENT
આરોપી શાહરુખ સલુનમાં જ રહે છે
આરોપી શાહરુખ અપરણિત છે. વેસુ પોલીસે તરૂણીની માતાની ફરિયાદના આધારે જાવેદ હબીબ સેલુનના કર્મચારી શાહરુખ ઉર્ફે મોહમ્મદ રિયાઝ હસમતુલ્લાહ શાહની સામે થેડતી અને પોક્સોની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.
ADVERTISEMENT