કોંગ્રેસનાં ગંભીર આક્ષેપ: ભાજપ ખેલાડીઓ પર નહી પરંતુ પોતાની પ્રસિદ્ધિ પાછળ ખર્ચ કરે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેલાડીઓનાં નામે માત્ર મોટી મોટી જાહેરાતો કરીને વાહવાહી લૂંટી લેવાનો આરોપ લગાવ્યો હતો. મનીષ દોશી કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે, ગુજરાતમાં ખેલાડીઓની સ્થિતિ સમગ્ર દેશમાં સૌથી દયનીય છે. સરકાર વાહવાહી તો લૂંટી રહી છે પરંતુ ખેલાડીઓને જોઇતી મદદ નથી મળતી. એશિયન એરોબિક ચેમ્પિયનશીપ 3થી 5 સપ્ટેમ્બર દરમિયાન થાઇલેન્ડમાં આયોજીત થશે. તેમાં સુરતનાં કુલ 9 ખેલાડીઓની પસંદગી થઇ હતી. જે પૈકી 2 ખેલાડીઓની આર્થિક સ્થિતિ પ્રમાણમાં ખરાબ હતી.

સરકારને માત્ર વાહવાહીમાં રસ કોઇને મદદ કરવામાં રસ નથી
આ ખેલાડીઓ અગાઉ અનેક મેડલો મેળવી ચુક્યા છે. સરકારે આ લોકોને કોઇ જ પ્રકારની મદદ કરી નથી. થાઇલેન્ડ જવા માટે સરેરાશ 1 લાખ રૂપિયાનો ખર્ચ થાય તે તેમનો પરિવાર ભોગવી શકે તેમ નથી. તેવામાં કોર્પોરેશન કે સરકાર દ્વારા કોઇને મદદ કરી નથી. આ ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતી ચુકેલા ચૌહાણ નિશાંતને સરકારે કાયદેસરની જે સહાય મળવી જોઇએ તે પણ મળી નથી. મદદની તો આશા જ આ સરકાર પાસે ક્યાંથી રાખવી. આ ખેલાડી ગોલ્ડ મેડલ લાવે તેવી શક્યતા હતી. જો કે આ આશા પર પાણી ફરી વળ્યું છે.

ગોલ્ડમેડાલિસ્ટ ખેલાડીઓને પણ નથી મળતી પુરતી સહાય
જિમ્નાસ્ટિક એસોસિએશન અને કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે. જો કે ભંગાર થઇ ગયેલા ઓડિટોરિયમમાં 20 વર્ષ જુના સંસાધનો છે. તેમ છતા પણ તેઓ આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સાથે કઇ રીતે ઝીંક ઝીલી શકે. માત્ર રમશે ગુજરાત અને જીતશે ગુજરાતની જાહેરાતો જ કરવામાં આવે છે. જમીની સ્તર પર ખેલાડીઓ સાથે ખુબ જ અન્યાય થઇ રહ્યો છે. જાહેરાતો પાછળ જે ખર્ચાઓ કરે છે તેના બદલે ખેલાડીઓ પર ખર્ચ કર્યા હોત તો દેશને એકાદા બે મેડલ મળી શક્યા હોત. જો કે ભાજપને માત્ર સ્વપ્રચારમાં જ રસ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT