PM મોદીના ભાઇ અને તેમના સૌથીમોટા વિરોધી પ્રહલાદ મોદીનો ગંભીર અકસ્માત
અમદાવાદ : પ્રહલાદ મોદી વડાપ્રધાનના નાના ભાઇ છે. તેઓ ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ ફેડરેશન (AIFPSDF) ના ઉપાધ્યક્ષ છે. તેઓ અનેક વખત સરકરની નીતિઓની…
ADVERTISEMENT
અમદાવાદ : પ્રહલાદ મોદી વડાપ્રધાનના નાના ભાઇ છે. તેઓ ઓલ ઇન્ડિયા ફેર પ્રાઇસ શોપ ડીલર્સ ફેડરેશન (AIFPSDF) ના ઉપાધ્યક્ષ છે. તેઓ અનેક વખત સરકરની નીતિઓની વિરુદ્ધ ધરણા પ્રદર્શન પણ કરી ચુક્યાં છે. આ વર્ષે ઓગસ્ટમાં તેઓ દિલ્હીના જંતર મંતરમાં એક ધરણામાં પણ જોડાયા હતા. મીડિયા રિપોર્ટ્સના અનુસાર પ્રહલાદ મોદી વર્ષ 2001 માં AIFPSDF ની સ્થાપના સમયે જોડાયેલા હતા. તેઓ PDS હેઠળ આવતી રાશનની દુકાન ચલાવે છે.
કર્ણાટકના મૈસૂરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહ્લાદ મોદીની ગાડીને ગંભીર અકસ્માત નડ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની હતી. પ્રહ્લાદ મોદી પોતાની કારથી બેંગલોરથી બાંદીપુર તરફ જઈ રહ્યા હતા.
https://twitter.com/GujaratTak/status/1607692033577340930?s=20&t=3uMl_BgAY6OuryseQh0RWg
ADVERTISEMENT
મર્સિડિઝ બેંઝ ગાડીમાં સવાર પ્રહ્લાદ મોદીના દીકરા, પત્ની અને પૌત્ર પણ તેમની સાથે હતા. આ ઘટનામાં પ્રહ્લાદ મોદી અને તેમના સમગ્ર પરિવારને સામાન્ય ઇજાઓ પહોંચી છે. કોઇને પણ ગંભીર ઇજા નથી થઇ. જ્યારે તેમના દીકરા અને ડ્રાઈવર સત્યાનારાયણને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તમામને સારવાર માટે નજીકની JSS હોસ્પિટલ મૈસુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ વધારે માહિતીની રાહ જોવાઇ રહી છે.
BREAKING NEWS : PM Modi ના ભાઈ Prahalad Modi ના પરિવારને નડ્યો અકસ્માત | Gujarat Tak https://t.co/UAHQ8UNRdH
— Gujarat Tak (@GujaratTak) December 27, 2022
ADVERTISEMENT
PM મોદીના ભાઇ પ્રહલાદ મોદીનો કર્ણાટકના મૈસુર નજીક ગંભીર અકસ્માત થયો હતો. પ્રહલાદ મોદી પોતાના પરિવાર સાથે હતા. પ્રહલાદ મોદીના પત્ની, પુત્ર, પુત્રવધુ અને બાળક હતા. તેઓ બાંદીપુરા તરફ જઇ રહ્યા હતા. મર્સિડિઝ બેન્જ ગાડીનો અકસ્માત બપોરે 2 વાગ્યે બની હતી. તેઓની સાથે તેમનો કોન્વોય પણ હતો. જ્યારે ગાડી અચાનક ડિવાઇજર સાથે અથડાઇ હતી. જો કે ગાડીને જોતા અકસ્માત ખુબ જ ગંભીર લાગી રહ્યો છે. અકસ્માતમાં ગાડીનો આગળનો ભાગ સંપુર્ણ ક્ષતીગ્રસ્ત થઇ ગયો હતો. જ્યારે આગળના બંન્ને ટાયરો પણ છુટા પડી ગયા હતા.
ADVERTISEMENT
જો કે પ્રહલાદ મોદીના પ્રપૌત્રને પગમાં ફ્રેક્ચર થયું હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે. આ ઉપરાંત પ્રહલાદ મોદીના ચહેરા પર સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઉપરાંત પુત્રવધુને પણ પગના ભાગે ઇજા પહોંચી છે. જ્યારે પુત્રને હાથના ભાગે ઇજા પહોંચી હતી.
ADVERTISEMENT