ગુજરાતની આ બેઠક પર ઉમેદવારનું નામ ફાઇનલ! સેન્સમાં અન્ય કોઈ લોકોએ દાવેદારી જ ન નોંધાવી

ADVERTISEMENT

સર્વાનુમતે અમિત શાહને કરવામાં આવશે રીપિટ
gandhinagar
social share
google news

Lok Sabha Election 2024: ગુજરાત ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ભાજપના વિવિધ અગ્રણી હોદ્દેદારો દ્વારા વિવિધ લોકસભા મત વિસ્તારમાં જઈ સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી હતી. લગભગ બેઠકો માટે ભાજપમાં ટિકિટને  લઈ પડાપડી જોવા મળી હતી. તો એવામાં 26 માંથી એક બેઠક પર ભાજપની દાવેદારી નક્કી થઇ ચુકી છે.  કેન્દ્રીય ગૃહ મંત્રી ગત વખતે લડેલી બેઠક ગાંધીનગર પર કોઈએ દાવેદારી ન નોંધાવી અને સર્વાનુમતે અમિત શાહને આ બેઠક પરથી રીપિટ કરવામાં આવશે. 

ગુજરાતમાં લોકસભાની આ બેઠક પર નામ ફાઇનલ 

અનેક જિલ્લા સહિત ગાંધીનગરમાં પણ આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કોઈ અન્ય ઉમેદવારે દાવેદારી ન નોંધાવતા સર્વાનુમતે અમિત શાહને રીપિટ કરાશે. હાલ આ જ બેઠક પરથી અમિત શાહ સાંસદ છે.

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કરી ટિકિટની માંગણી

મળતી માહિતી અનુસાર, મહેસાણા લોકસભા બેઠક પરથી 20થી વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા થઈ રહેલા એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકસભા મહેસાણા બેઠક માટે ટિકિટ માંગી છે. આ માટે નીતિનભાઈના પર્સનલ પી.એ બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

જાણો રાજકોટમાં શું રહ્યો કાર્યકર્તાઓનો સૂર..

તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની સેન્સ પ્રકિયા પણ પૂર્ણ થઇ ગઈ છે. નિરીક્ષક મયંક નાયક અને માલતી મહેશ્વરી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. તેમાં મયંક નાયક દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે, કાર્યકરો દ્વારા એક જ રજૂઆત કરવામાં આવી છે કે જેને ટિકિટ મળશે તેને 5 લાખ થી વધુની લીડથી જીતાડીશું. વધુમાં તેમણે જણાવ્યું કે, ટિકિટ કોને આપવીએ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. મોહન કુંડારિયા,વર્તમાન સાંસદ ભરત બોઘરા, મનીષ ચાંગેલા, દિપીકા સરડવા, મહિલા મોરચા, જ્યોતિ ટીલવા, અલ્પેશ ઢોલરીયા, પુષ્કર પટેલ સહિતના આગેવાનોએ ટિકીટની માંગણી કરી.
 

    follow whatsapp

    ADVERTISEMENT