સુરતમાં પ્રખર શિવભક્તની અનોખી ભક્તિ, ચાર વર્ષના દિકરાના માથામાં શું લખ્યાવ્યું જુઓ
સંજયસિંહ રાઠોડ,સુરતઃ શિવરાત્રિના પાવન પર્વ પર સુરતમાં એક ચાર વર્ષના દિકરાના માથામાં ‘ॐ’ બનાવડાવી પિતાએ પોતાની શિવભક્તિ વ્યક્ત કરી છે. માત્ર ચાર વર્ષનો છે કબીર…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ,સુરતઃ શિવરાત્રિના પાવન પર્વ પર સુરતમાં એક ચાર વર્ષના દિકરાના માથામાં ‘ॐ’ બનાવડાવી પિતાએ પોતાની શિવભક્તિ વ્યક્ત કરી છે. માત્ર ચાર વર્ષનો છે કબીર જે તેના પિતા સાથે એક સૂલનમાં ગયો હતો. જ્યાં તેને પોતાના વાળમાં ‘ॐ’ બનાવડાવ્યો.
મહાશિવરાત્રીના પાવન પર્વ પર દરેક શિવભક્ત પોત-પોતાની રીતે ભગવાનની શિવભક્તી કરતો હોય છે. ત્યારે સુરતમાં એક શિવભક્તે પોતાના દિકરાના વાળમાં ‘ॐ’ની ડિઝાઈન બનાવડાવીને પોતાની શિવભક્તી દર્શાવી છે. માત્ર ચાર વર્ષના કબીર પોતાના મોજીલા પિતા સાથે એક સલૂનમાં ગયો હતો ત્યાં તેના વાળમાં તેણે ‘ॐ’ની ડિઝાઈન બનાવડાવી હતી.
ધર્મેશની અનોખી શિવભક્તિ
કબીરના પિતા ધર્મેશ મોજીલા કહે છે કે, પોતે એક પ્રખર શિવભક્ત છે અને ભગવાન શિવ સંબંધિત દરેક તહેવારમાં તેઓ શિવની આરાધના કરે છે.પોતાની જેમ પોતાના દિકરાને પણ તેઓ શિવભક્ત બનાવવા માગે છે. જેને લઈને તેઓ ચાર વર્ષના કબીરને લઈને સલૂનમાં ગયા હતા. આ સાથે કબીરના પિતા કહે છે કે હું કબીરને તેની મરજીથી જ લઈને ગયો હતો અને તેની જ મરજીથી શિવશક્તિનું પ્રતિક ‘ॐ’તેના વાળમાં બનાવડાવ્યું છે.
ADVERTISEMENT
પ્રખર શિવભક્ત છે પિતા
ધર્મેશ આગળ કહે છે કે, હુ ખુબ મોટો શિવભક્ત છું. શિવપૂજા અને આરાધના કરુ છુ. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન પૂજા-તપ અને સાધના કરુ છુ. આજે શિવરાત્રી છે તો હુ દર વર્ષે શિવરાત્રી પર મારા માથાના વાળમાં જ ‘ॐ’ બનાવડાવુ છુ આ વખતે મારા દિકરાને ઈચ્છા થઈ તો તેના વાળમાં ‘ॐ’ ડ્રો કરાવડાવ્યું છે.
ADVERTISEMENT