SURAT સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા નંબર,ઇંદોર દેશનું સૌથી સ્વચ્છ શહેર
સુરત : કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા પ્રતિ વર્ષ દેશના સ્વચ્છ શહેરોનો સર્વે હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ આ સર્વે હાથ ધરવામાં આવ્યો…
ADVERTISEMENT
સુરત : કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા પ્રતિ વર્ષ દેશના સ્વચ્છ શહેરોનો સર્વે હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો અને તેનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષમાં પણ કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણમાં ગુજરાતમાંથી સુરતે બાજી મારી હતી. સુરત સમગ્ર દેશમાં સ્વચ્છતા બાબતે બીજા નંબર પર રહ્યું હતું. જો કે મધ્યપ્રદેશના ઈન્દોરે સતત છઠ્ઠી વખત દેશના પ્રથમ નંબરના સ્વચ્છ શહેરનો એવોર્ડ જીતીને રેકોર્ડ સર્જ્યો હતો. આ અગાઉ પાંચ વખત ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ પ્રાપ્ત કરી ચુક્યું છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના ત્રીજા સ્વચ્છ શહેર તરીકે મહારાષ્ટ્રના નવી મુંબઈની પસંદગી કરવામાં આવી છે.
કેન્દ્રીય શહેરી આવાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં ઈન્દોરને સતત છઠ્ઠી વખત દેશનું સૌથી સ્વચ્છ શહેર ગણાવવામાં આવ્યું હતું. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત સતત પોતાના પ્રદર્શનમાં સુધારો કરી રહ્યું છે. છઠ્ઠા નંબરથી શરૂ થયેલી સફર આજે સુરતને બીજા નંબર સુધી લઇ આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના ત્રીજા સ્વચ્છ શહેર તરીકે મહારાષ્ટ્રના નવી મુંબઈને સ્થાન મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નવી મુંબઇ શહેર મુંબઇથી અલગ છે. નવી મુંબઇ કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરનું સંચાલન કરવામાં આવે છે. નવી મુંબઇ કોર્પોરેશન પણ સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત આગળ વધતું રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT