આ વર્ષે પણ એન્જિનિયરિંગમાં બેઠકો ખાલી રહેવાની સંભાવના, જાણો શું છે સ્થિતિ
અમદાવાદ: ગુજરાતમાં એક સામે એવો હતો કે ડોનેશન આપી અને એન્જિનયરિંગમાં એડમિશન મેળવવામાં આવતું હતું. પરંતું હવે યુવાનોમાં એન્જિનિયરિંગનો ક્રેઝ ઘટવા લાગ્યો છે. છેલ્લા થોડા…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં એક સામે એવો હતો કે ડોનેશન આપી અને એન્જિનયરિંગમાં એડમિશન મેળવવામાં આવતું હતું. પરંતું હવે યુવાનોમાં એન્જિનિયરિંગનો ક્રેઝ ઘટવા લાગ્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં એન્જિનિયરિંગની બેઠકો ખાલી રહેવા લાગી છે.આ વર્ષે પણ એન્જિનિયરિંગમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.
રાજ્યના વિદ્યાર્થીઓ હવે કારકિર્દીની પસંદગી તરીકે એન્જિનિયરિંગના કોર્સમાં ઓછો રસ દાખવી રહ્યા છે. થોડા વર્ષોના એડમિશનના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2015માં એન્જિનિયરિંગનો ક્રેઝ ચરમસીમાએ હતો. પરંતુ ત્યાર બાદ ધીરે ધીરે ક્રેઝ ગાહત્વ લાગ્યો હતો. વર્ષ 2015માં એન્જિનિયરિંગ ડિગ્રી કોર્સમાં એડમિશન માટે 71 હજાર વિદ્યાર્થીઓએ અપ્લાય કર્યું હતું. હવે આ વર્ષે જોવા જઈએ તો આ સંખ્યા ઘટીને 18 હજાર સુધી પહોંચી ગઈ છે. જોકે હજુ પ્રવેશ માટે અરજી કરવા માટેની છેલ્લી તારીખ 22 મે છે.
આ વર્ષે પણ ખાલી રહેશે બેઠકો
2015થી અત્યારસુધીના ડેટા પર નજર કરીએ તો અહીં અરજદારોની સંખ્યામાં 56 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. આ પ્રમાણે જો તારણ કાઢીએ તો રાજ્યમાં સરેરાશ અરજદારોની સંખ્યામાં 9 ટકાનો વાર્ષિક ઘટાડો જોવા મળ્યો છે. આ સ્થિતિ દરમિયાન આ વર્ષે પણ એન્જિનિયરિંગની બેઠકો ખાલી રહી શકે છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓ A ગ્રુપ કરતાં B ગ્રુપ વધુ પસંદ કરે છે
એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના આંકડામાં જે પ્રમાણે ઘટાડો થયો છે તેમાં 12 સાયન્સમાં વિદ્યાર્થીઓ A ગ્રુપ કરતાં B ગ્રુપ વધુ પસંદ કરી રહ્યા છે. વર્ષ 2013માં એક દશકા પહેલા 12માં ધોરણમાં A જૂથ પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 70 હજાર હતી. જેના સામે B ગ્રુપ પાસ કરનારની સંખ્યા 35 હજાર રહી હતી. જ્યારે બીજી બાજુ 2023માં A ગ્રુપ પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 40 હજાર છે. જ્યારે B જૂથ પાસ કરનારાની સંખ્યા 69 હજાર છે.
વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગને કારકિર્દીના વિકલ્પ તરીકે જોતા નથી
નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટર-જનરલ અનૂપ સિંહ મિશ્રાએ જણાવ્યું હતું કે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને યોગ્ય પગાર ધોરણે નોકરી ન મળતી હોવાથી આમ થયું છે. નોકરી મેળનારા વિદ્યાર્થીઓની ટકાવારીને જોતા હવે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગને કારકિર્દીના વિકલ્પ તરીકે જોતા નથી. મોંઘી કોલેજોમાં ભણીને અથવા ઘણી મોટી રકમ ફી પેટે ભરી હોવા છતા સારા પગારની નોકરી ન મળતા વિદ્યાર્થીની સ્થિતિ જોવાજેવી થઈ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT