ગઈ ચૂંટણીમાં સી-પ્લેન લાવ્યા હતા, ક્યાં ગયું એ પ્લેન, મારે બેસવું છે- કોંગ્રેસ નેતા પવન ખેરા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ અમદાવાદમાં ગુજરાત તક દ્વારા હાલ વિધાનસભા ચૂંટણીઓ નજીક છે ત્યારે લોકોના સવાલો લઈને અમે નેતાઓ સાથે સીધી બેઠક કરી છે. ગુજરાત તક બેઠક કાર્યક્રમમાં સતત વિવિધ પક્ષોના નેતાઓ, કલાકારો આવી રહ્યા છે. તે બેઠક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના નેતા અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ વિવિધ સવાલો પર જવાબો આપ્યા હતા. દરમિયાન પત્રકાર ગોપી મણીયાર ઘાંઘર સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વખતે તેમણે ગત વિધાનસભા ચૂંટણી વખતે ગુજરાતના અમદાવાદમાં લવાયેલું સી પ્લેન યાદ કરાવ્યું હતું. તેમણે સી પ્લેનને લઈને ભાજપ અને નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.

સી પ્લેનની મારે ટિકિટ જોઈએ છે, કહો ક્યાંથી મળશેઃ પવન ખેરા
ગુજરાત તકના ગુજરાત બેઠક કાર્યક્રમ દરમિયાન પવન ખેરાએ કહ્યું કે, તે લોકો મેનીફેસ્ટો લઈને આવ્યા છે તેમને પુછો કે ગત પાંચ વર્ષમાં શું કર્યું, પહેલા હિસાબ આપો પછી વાયદા કરો. આ શું મતલબ છે કે તમે દર વખત નાના ભાઈ કહી દેશે કે મોટાભાઈનો જુમલો હતો. આ તો નહીં ચાલે ને, નાનાભાઈ મોટાભાઈની જુગલબંધી છે. એક આવીને મોટી મોટી વાતો કરી જશે, ગઈ ચૂંટણીમાં સી પ્લેન અને આ વખતે બુલેટ ટ્રેન, મોરબીનો પુલ તો તમે સંભાળી શક્યા નથી ચાલ્યા છે બુલેટ ટ્રેન લાવવા, સી પ્લેન લાવવા. તમારામાંથી કોઈ બેઠું છે સી પ્લેનમાં ?, ક્યાં મળે છે તેની ટિકિટ?, હું જવા માગું છું સી પ્લેનમમાં, હું પણ ઘરે જઈને કહીશ કે સી પ્લેનમાં બેઠો હતો. ક્યાં છે સી પ્લેન? તો આ બાબતો હવે લોકો સમજી ગયા છે.

ADVERTISEMENT

બિલ્કીશના હત્યારાઓને બહાર કાઢી સારું કર્યું ?- ખેરા
અમદાવાદમાં ગુજરાત તકના ગુજરાત બેઠક કાર્યક્રમમાં આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ કહ્યું કે, કોણ કહે છે કે અમે તૃષ્ટીકરણ કરે છે. બળાત્કારીનો ધર્મ જોઈને પછી નિર્ણય કરશું તે યોગ્ય છે, શું તેને તમે તૃષ્ટીકરણ કહેશો? જો હું તેનો વિરોધ કરું છું તો મારા પર લાખ તૃષ્ટીકરણના આરોપ લગાવો તો પણ વિરોધ કરીશ. હું સંવિધાન સાથે બંધાયેલો છું અને બંધાયેલો રહીશ. હું સનાતન સંસ્કૃતિ સાથે બંધાયેલો છું અને રહીશ. કારણ કે મારી સનાતન સંસ્કૃતિ મને અનુમતી નથી આપતી કે બળાત્કારીનો હું ધર્મ જોઉં અને પછી ન્યાય કરું. હું ચેલેન્જ આપું છું નરેન્દ્ર મોદી અને શાહને કે આવે અને ચર્ચા કરે કે શું બિલ્કીશ બાનોના રેપીસ્ટને અને પરિવારો સાથે હત્યારાઓને બહાર કાઢીને તમે શું સારું કર્યું? આ હું પુછીશ અને આ પુછવું મારો ધર્મ છે અને ધર્મ મને પુછવાની પ્રેરણા આપે છે.

અમિત શાહે ગુજરાતના રમખાણો અંગે વાત કરી કેમ?
ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ ડિવિઝન જોવા મળી રહ્યું છે. ખુદ અમિત શાહે 2002ના રમખાણોનો ઉલ્લેખ કર્યો, સબક શિખવાડવાની વાત કરી. તેના પર તેમણે કહ્યું કે તેમને પુછો કે કેમ કર્યો તમે આ ઉલ્લેખ, કારણ કે તે ચાહે છે કે આપણે ભુલી જઈએ કોરોનામાં થયેલી મોતોને, તે ચાહે છે કે મોરબીની વાત ન કરીએ, તે ચાહે છે આપણે સિલિન્ડરના 1000 ભાવ પર વાત ન કરીએ, તે ચાહે છે કે આપણે પેટ્રોલના ભાવો અંગે ન વાત કરીએ, તે નથી ચાહતા કે આપણે વાત કરીએ બેરોજગારીની. તેથી તમને વારંવાર જુના જખમોને વખોડવાની વાત કરે છે. પુછો તે આપણી વિફળતા છે કે તેઓ વારંવાર 2002 પર કેમ જાય છે. મને પુરો ભરોસો છે આ દેશના, પ્રદેશના લોકો પર કે તેમને મર્ખ નહીં બનાવી શકાય, આ લોકો પ્રયત્નો કરતા રહેશે પણ સફળ નહીં થાય. લોકોને ચિંતા છે વેપારની, યુવાનોને ચિંતા છે રોજગારની, ગૃહિણીઓને ચિંતા છે કે ઘર કેમનું ચાલશે. તેના જવાબ તેમની પાસે નથી તેથી તેઓ વિચારે છે કે તેઓ આપણને ધર્મની વાત કરીને વિભાજીત કરી દેશે. વારંવાર નહીં ચાલે.

ADVERTISEMENT

કોંગ્રેસ પોતાના નેતાઓને કેમ સાચવી શકતી નથી?
ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેમ કોંગ્રેસ છોડી જાય છે તે સંદર્ભમાં તેમણે કહ્યું કે, હાલમાં જ ઈન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટી બદલીને પાછા કોંગ્રેસમાં જોડાયા, ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસ પણ હવે કોંગ્રેસનો ભાગ બન્યા છે. અને જે લોકો કોંગ્રેસ છોડીને ગયા છે તેઓને ક્યાંકને ક્યાંક ભાજપના ગઠબંધનનો ડર છે. ગઠબંધન કોઈ પાાર્ટી સાથે નહીં ભાજપનું ગઠબંધન ઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓ સાથે છે. તેનાથી તેઓ ડરી ગયા અને પાર્ટી છોડી છે. અમે નથી ડરતા તેથી અમે હજુ પણ કોંગ્રેસમાં છીએ અને રહીશું, લડીશું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT