સ્કૂલના છોકરાઓને સોંપાયું સરકારની વાહવાહી કરવાનું કામ, જાણો કોણે કર્યું આવું તઘલખી ફરમાન?
પાટણ: સ્કૂલોમાં શિક્ષણ મેળવવા માટે જતા વિદ્યાર્થીઓને હવે સરકારી યોજનાઓના વખાણ કરતા પોસ્ટકાર્ડ લખવાનો તઘલખી આદેશ કરાયો છે. પાટણના જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સરકારી અને પ્રાઈવેટ…
ADVERTISEMENT
પાટણ: સ્કૂલોમાં શિક્ષણ મેળવવા માટે જતા વિદ્યાર્થીઓને હવે સરકારી યોજનાઓના વખાણ કરતા પોસ્ટકાર્ડ લખવાનો તઘલખી આદેશ કરાયો છે. પાટણના જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સરકારી અને પ્રાઈવેટ સ્કૂલોને વિદ્યાર્થીઓ પાસેથી પોસ્ટકાર્ડ લખાવવાનું ફરમાન કર્યું છે. જિલ્લાની સ્કૂલોમાં અભ્યાસ કરતા ધો.9થી 12ના વિદ્યાર્થીઓને ફરજિયાત શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિદ્યાર્થીઓને અપાતી વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભ અંગેનું પોસ્ટકાર્ડ લખીને મોકલવા માટે કહેવાયું છે.
PM-CMનો આભાર વ્યક્ત કરતો પત્ર લખવા આદેશ
પાટણના જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કરેલા પરિપત્રમાં સ્કૂલોને આદેશ કરવામાં આવ્યો છે કે તેઓ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબંધીને સરકારની જુદી જુદી યોજનાઓમાં અપાયેલી સહાયની કૃતજ્ઞતા વ્યક્ત કરતો પત્ર લખાવે. આ અંગે 6 ઓગસ્ટના રોજ ગ્રામ વિકાસ એજન્સીની બેઠકમાં નિયામક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પાસેથી 12 ઓગસ્ટ સુધીમાં આ પોસ્ટકાર્ડ લખાવી તેને કચેરીમાં રૂબરૂ પહોંચાડવા માટે કહેવાયું છે.
પત્રની પાછળ નામ-સરનામું પણ લખવા કહેવાયું
પરિપત્રમાં કહેવાયા મુજબ, વિદ્યાર્થીઓએ પત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવી દિલ્હી ખાતે આવેલા કાર્યાલયનું સરનામું લખવાનું રહેશે. જ્યારે પોસ્ટકાર્ડના પાછળ ફરજિયાત વિદ્યાર્થીનું નામ તથા સરનામું લખવા માટે કહેવાયું છે. આ નિર્ણયનો સરકારી, ગ્રાન્ટેડ તથા પ્રાઈવેટ તમામ સ્કૂલોએ અમલ અમલ કરવો પડશે.
ADVERTISEMENT
24000 શિક્ષકો વિના સરકારી શાળા ચાલે છે એવા માટે આભાર માનવાનો?
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ વિશે કહ્યું કે, ખરેખર તો આ જિલ્લા શિક્ષણાધિકારીઓ ખેસ પહેર્યા વિનાના ભાજપના કર્મચારીની જેમ કામ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ શેના માટે નરેન્દ્રભાઈનો આભાર માનવાનો? 24000 શિક્ષકો વિના સરકારી શાળા ચાલે છે એના માટે? અને 6000 ક્લાસરૂમ બંધ કરી દીધા એના માટે? પેન્સિલ, રબરથી લઈને દરેક વસ્તુ પર GST નાખી દીધો. આ દરેક વસ્તુનો આભાર માનવા માટે નરેન્દ્ર ભાઈને પત્ર લખવાનો છે? DEOનું કામ બાળકોને સરખું શિક્ષણ મળે તેના પર ધ્યાન આપવાનું છે, નહીં કે સરકારની ચાપલુસી કરવાનું.
ADVERTISEMENT
ADVERTISEMENT