જામનગરમાં સ્કૂલ બસનો અકસ્માત: વાલીઓ મુકાયા ચિંતામાં, ત્રણ દિવસમાં બે સ્કૂલ બસનો થયો અકસ્માત
દર્શન ઠક્કર, જામનગર: કાલાવડ હાઇ વે પર જગ્ગા ગામ નજીક સ્કૂલ બસે ટ્રેકટરને ઠોકર મારતાં ટ્રેકટરમાં એક ડઝન જેટલા શ્રમિકો ઘાયલ થઇ જતાં સારવાર માટે…
ADVERTISEMENT
દર્શન ઠક્કર, જામનગર: કાલાવડ હાઇ વે પર જગ્ગા ગામ નજીક સ્કૂલ બસે ટ્રેકટરને ઠોકર મારતાં ટ્રેકટરમાં એક ડઝન જેટલા શ્રમિકો ઘાયલ થઇ જતાં સારવાર માટે જામનગરન જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્કૂલ બસના અકસ્માતની આ જ સપ્તાહમાં બીજી ઘટના બની છે.
જામનગરમાં ત્રણ દિવસમાં બે સ્કૂલ બસના અકસ્માતો સામે આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. બે દિવસ પૂર્વે નરારા ટાપુ પ્રવાસે જઈ રહેલા સ્કૂલ બસ રસ્તા પરથી ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો અને બસમાં સવાર વિધાર્થી બાળકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. જ્યારે આજે પણ જામનગરના કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા જગ્ગા ગામ નજીકથી શ્રમિકોને લઇને જતાં ટ્રેકટરને વહેલી સવારે પુરઝડપે આવતી સ્કૂલ બસે ઠોકર મારતાં અકસ્માતમાં ટ્રેકટર રોડ પરથી ઉતરી ગયું હતું.
આ અકસ્માતમાં ટ્રેકટરમાં સવાર મધ્યપ્રદેશના શ્રમિકો રાજગઢ ગામના વિરસિંહ દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 18), અજય સુનિલ ભાબરીયા (ઉ.વર્ષ 12), સનુબેન પશુભાઇ ભાબરીયા (ઉ.વર્ષ 40), ચંપાબેન દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 15), આરતી સુનિલ ભાબરીયા (ઉ.વર્ષ 10), મીરબેન દુલાભાઇ મેડા (ઉ.વર્ષ 40), સોના બાપુભાઇ ગુંડિયા (ઉ.વર્ષ 16) સહિત એક ડઝનથી વધુ શ્રમિકોને ઇજાઓ પહોંચતા તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત શ્રમિકો ખેતમજુરી કામ કરતાં હોવાની પ્રાથમિક વિગતોમાં જાણવા મળેલ છે. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
ADVERTISEMENT
બે દિવસ પહેલા પણ સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો
શિયાળાની શરૂઆતમાં શાળાઓ દ્વારા સામાન્ય રીતે પ્રવાસનું આયોજન થતું હોય છે. આ દરમિયાન જામનગર જિલ્લાની કાલાવાડની શિવહરી વિદ્યાલય દ્વારા બાળકો માટે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રવાસ પર જામનગરના પ્રખ્યાત નરારા ટાપુ પર જઈ રહેલી સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો. વાડીનારથી આઠ કિલોમીટર અંદર કંડલા પોર્ટની જેટી નજીક એકા એક બસનો કાબુ ગુમાવતા 35 જેટલા બાળકોને નાની મોટી ઈજા થઈ હતી. જેમાં વાડીનાર નજીકના શ્રી સમર્પણ હોસ્પિટલ નજીક પ્રાથમિક સારવાર આપી અને વધુ ઇજાગ્રસ્ત બાળકોને જામનગરના સમર્પણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છ થી આઠ જેટલા બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગામ લોકો અને વાડીનાર હોસ્પિટલના સ્ટાફ સહિતના લોકો જોડાયા હતા. ઇજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તે માટે લોકો મથી રહ્યા હતા.
ADVERTISEMENT