CNG ભરાવવા જેવી સામાન્ય બાબતે ગેસ સ્ટેશન પર મારામારીના દ્રશ્યો
નવસારી : વાહનમાં CNG ભરતા સમયે સામાન્ય રીતે બ્લાસ્ટની ઘટના બનતી હોય છે. જેના કારણે સીએનજી ફિલિંગ કરતા સમયે તમામ સીએનજી સ્ટેશન પર ગાડીમાં રહેલા…
ADVERTISEMENT
નવસારી : વાહનમાં CNG ભરતા સમયે સામાન્ય રીતે બ્લાસ્ટની ઘટના બનતી હોય છે. જેના કારણે સીએનજી ફિલિંગ કરતા સમયે તમામ સીએનજી સ્ટેશન પર ગાડીમાં રહેલા તમામ સભ્યોને ઉતારી દેવામાં આવતા હોય છે. જો કે નવસારીના ચીખલીમાં સીએનજી પંપ પર એક ગાડી આવીને ઉભી રહી હતી. સ્ટેશન પરના કર્મચારીએ તમામ લોકોને ઉતરવાનું કહેતા ગાડી ચાલકે રકઝક કરી હતી.
ગાડીમાંથી ઉતરવાનો ઇન્કાર કર્યા બાદ મારામારી કરી
રકઝક બાદ સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યાર બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. હાલ તો ઘાયલ કર્મચારી સારવાર હેઠળ છે. જ્યારે તેના દ્વારા દાખલ કરાવવામાં આવેલી ફરિયાદના આધારે હાલ પોલીસે ફરિયાદ દાખલ કરીને હુમલાખોરોને શોધવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
સીએનજી ભરાવતા સમયે ફરજીયાત નીચે ઉતરવું જ પડતું હોય છે
CNG વાહન ચલાવનાર સામાન્ય રીતે જાણતા જ હોય છે કે, સીએનજી ભરાવતા સમયે વાહનમાંથી બહાર ઉતરી જ જવાનું હોય છે. જો કે મહારાષ્ટ્ર પાસિંગની એક અર્ટિગા કાર CNG ભરાવવા માટે આવી હતી. જેમાં ચાર લોકો બેઠેલા હતા. તેમને નીચે ઉતરવા માટેની વિનંતી કરવા છતા પણ તે લોકો નીચે ઉતર્યા નહોતા. ત્યાર બાદ ભારે હોબાળો કરીને મારામારી કરી હતી. ગેસ સ્ટેશન પરના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. જો કે હાલ તો સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી.
ADVERTISEMENT
(વિથ ઇનપુટ રોનક જાની)
ADVERTISEMENT