બનાસકાંઠામાં તારાજીના દ્રશ્યો, પાલનપુર આબુ હાઇવે બંધ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ

ADVERTISEMENT

gujarattak
social share
google news

બનાસકાંઠા : ઉત્તર ગુજરાત પર જાણે કે મેઘરાજા રૂઠ્યા હોય તેમ બારેમેઘ ખાંગા થયા છે. બનાસકાંઠા સાબરકાંઠામાં ભારે વરસાદના કારણે અનેક સ્થળો પર તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હાલમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ છે. ભારે વરસાદ વચ્ચે જિલ્લા કલેકટર આનંદ પટેલે જિલ્લાવાસીઓને સર્તક અને સાવધ રહેવા અપીલ કરી છે. જિલ્લા કલેકટરે કોઇ સ્થળે જોખમી રીતે વીડિયોગ્રાફી કરવા જવા કે નદીમાં કે અન્ય સ્થળે પાણી વહી રહ્યું હોય તો તે જોવા જવા માટે ટાળવાનું અને દુર્ઘટના થતી અટકાવીએ તેવી અપીલ કરી છે.

રજાઓની સિઝનમાં આબુ જઇ રહ્યા હો તો ચેતી જજો
વરસાદી વાતાવરણ વચ્ચે જન્માષ્ટમીના તહેવાર પગલે ગુજરાતથી આબુ હિલ સ્ટેશન જવા માટે જો નિકળવાનું આયોજન કરી રહ્યા હો તો ચેતી જજો. ભારે વરસાદના કારણે પાલનપુર આબુ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે હાલ હાઇવે પર 7 કિલોમીટર લાંબી વાહનોની લાઇન લાગી છે. બીજી તરફ માર્ગ પર મોટા વાહનો સિવાય કોઇને પસાર થવા દેવામાં નથી આવી રહ્યા છે. માર્ગની બંન્ને તરફ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ ઉપરાંત વાહનોને કાઢવા માટે ક્રેનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ એક જ તરફની લેનનું સંચાલન કરાવવામાં આવી રહ્યું છે.

હજી પણ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
જિલ્લામાં હજી પણ આગામી 24 કલાક માટે જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જિલ્લામાં લગભગ 20 જેટલાં રોડ પરથી પાણી વહી રહ્યા છે તેના કારણે ડેમેજ થયા છે તેને તાત્કાલિક રિપેર કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરવાસમાં સારા વરસાદના કારણે બનાસ નદીમાં પાણીની આવક થઇ રહી છે.

ADVERTISEMENT

જિલ્લામાં અનેક રોડ કલેક્ટરના આદેશથી બંધ કરી દેવાયા
ભીલડી-બલોધર સુધીનો રોડ, ભીલડી, નેસડાસ પેપળુ તરફનો રોડ, નેશનલ હાઇવેથી ઘટનાળ તરફ જતો રોડ, સ્ટેટ હાઇવેથી ઘટનાળ સુધીનો રોડ, નવી ભીલડીથી જૂના નેસડાથી ઘટનાળ મોટી તરફ જતો રોડ, પાલડી-વડલાપુર વચ્ચેનો રોડ, કંસારી-શેસુરા તરફો રોડ, ગૂગળ એપ્રોચ સમગ્ર રોડ, પેપરાળ-ગણતા વચ્ચેનો રોડ, લાખણી, ગોઢથી છત્રાલા તરફનો રોડ, છાપી-કોટડી તરફનો રોડ, ચાંગા-બસુ તરફનો રોડ, મોરિયા-નાગલ તરફનો રોડ, બસુ-જેબલાપુરા તરફી રોડ, પીરોજપુરાથી ડુંગરિયાપુરાથી જિલ્લાની હદ સુધીનો રોડ બંધ કરાયો છે જેથી લોકોને આ રોડ પરથી પસાર નહી થવા માટે અપીલ કરવામાં આવે છે.

મુક્તેશ્વર-દાંતીવાડા સહિતનાં ડેમમાંથી પાણી છોડાયા
બનાસકાંઠાના મુખ્ય ૩ ડેમ દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ડેમમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઇ રહી છે. દાંતીવાડા ડેમમાં 80 થી 85 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મુક્તેશ્વર ડેમમાં 15 હજાર ક્યુસેક પાણીની આવક થઇ રહી છે ત્યારે આપણે સૌએ એલર્ટ રહેવાની જરૂર છે. વરસાદની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટીતંત્ર સતત નજર રાખી રહ્યું છે જરૂર જણાય તેવા ગામોને એલર્ટ પણ આપવામાં આવશે અને નાગરિકોની તમામ મદદ માટે તંત્ર તૈયાર છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT