વડોદરાની MS યુનિ.માં નોકરીના નામે કરોડોનું કૌભાંડ, ભેજાબાજોએ યુવાઓ પાસેથી લાખોમાં રકમ પડાવી
વડોદરા: વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને કરોડોની છેતરપિંડી આચરવાનો મામલો સામે આવી રહ્યો છે. સમગ્ર કૌભાંડમાં નોકરી વાંચ્છુઓ…
ADVERTISEMENT
વડોદરા: વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીમાં નોકરી અપાવવાના બહાને કરોડોની છેતરપિંડી આચરવાનો મામલો સામે આવી રહ્યો છે. સમગ્ર કૌભાંડમાં નોકરી વાંચ્છુઓ પાસેથી રૂ.1.67 કરોડ પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં 3 યુવકો સામે ફરિયાદ નોંધાઈ છે.
યુનિવર્સિટીના લેટરપેડ પર ઓફર લેટર મળ્યા
વિગતો મુજબ, વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં કેટલાક ઈસમોએ નોકરી વાંચ્છુઓ વ્યક્તિઓને MS યુનિ.ના ખોટા લેટરપેડ પર જોઈનિંગ લેટર બનાવીને આપી દીધા. આ બાદ આ લોકો પાસેથી 1.67 કરોડ રૂપિયા પડાવી લીધા છે. અમદાવાદની યુવતી કિંજલ પટેલે આ છેતરપિંડીનો ભોગ બન્યા બાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદની યુવતીની ફરિયાદના આધારે કાર્યવાહી
ખાસ વાત એ છે કે MS યુનિવર્સિટીના નામ પર છેતરપિંડીનો મામલો સામે આવવા છતા પણ યુનિવર્સિટી દ્વારા આ મામલે કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. અમદાવાદની યુવતીએ પોતાના 11 લાખ રૂપિયા ગુમાવ્યા બાદ આરોપી શૈલેષ સોલંકી, રાહુલ પટેલ તથા મનીષ કટારા સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે હવે પોલીસની તપાસ બાદ આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT