સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ, રાજકોટના નાગરિકોએ 22 માળનો તિરંગો
રાજકોટ: સમગ્ર દેશમાં આજથી હરઘર ત્રિરંગા અભિયાનની શરૂઆત થઇ છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13 થી 15 ઓગસ્ટ સુધી તિરંગા અભિયાનની જાહેરાત કરવમાં આવ્યું હતું. જેના…
ADVERTISEMENT
રાજકોટ: સમગ્ર દેશમાં આજથી હરઘર ત્રિરંગા અભિયાનની શરૂઆત થઇ છે. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા 13 થી 15 ઓગસ્ટ સુધી તિરંગા અભિયાનની જાહેરાત કરવમાં આવ્યું હતું. જેના પગલે ગુજરાતના દરેક જિલ્લાઓના લોકો આ અભિયાનમાં ઉત્સાહપુર્વક ભાગ લઇને દેશ ભક્તિના રંગે રંગાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરમાં લોકોએ ઘર તેમજ ઓફિસ અને બિલ્ડિંગો પર તિરંગો લહેરાવવા માટે અપીલ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો તિરંગો ફરકાવવામાં આવ્યો છે.
રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવાયો
રાજકોટમાં 250 ફૂટ લાંબો તિરંગો લહેરાવાયો છે. તિરંગાની પહોળાઇ 24 ફૂટ છે. 22 માળના બિલ્ડિંગ પર લગાવવામાં આવ્યો છે. આ તિરંગો 1 કિલોમીટર કરતા પણ વધારે દુરથી પણ જોઇ શકાય છે. રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલી એક પ્રાઇવેટ સોસાયટી પર આ તિરંગો લહેરાવવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રની આ સૌથી ઉંચી બિલ્ડિંગ છે.
ADVERTISEMENT
અમારી સોસાયટીએ ગત્ત વર્ષે જ તિરંગા અંગે નક્કી કરાયું હતું
આ અંગે આ સોસાયટીના પ્રમુખે જણાવ્યું કે, અમારી સોસાયટીના એસોસિએશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશું. જેના પગલે 250 ફૂટ લાંબો અને 24 ફૂટ પહોલો તિરંગો તૈયાર કરીને બિલ્ડિંગ પર લગાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
અમિત શાહે ફ્લેગ ઓફ કરાવ્યું હતું
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે ઘાટલોડિયાના ચાણક્યપુરીથી નિર્ણય નગર સુધીની ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ યાત્રાને શહેરના ઘાટલોડિયા ચાણક્યપુરી વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ ભુપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં સીએમ ભુપેન્દ્ર પટેલ, ગૃહરાજ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓ સહિત મોટી સંખ્યોમાં લોકો જોડાયા હતા.
ADVERTISEMENT