સોમનાથ પર ખીલજી-ગજનીના હુમલા પછી સૌરાષ્ટ્ર છોડી ગયેલા 5000 તમિલિયનોનો થશે સંગમઃ હર્ષ સંઘવી
વડોદરાઃ ગુજરાતમાં આગામી સમયાં ઈતિહાસને ઉજાગર કરતો સૌથી મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોવાનું વડોદરા આવેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે. કેન્દ્ર અને રાજ્ય…
ADVERTISEMENT
વડોદરાઃ ગુજરાતમાં આગામી સમયાં ઈતિહાસને ઉજાગર કરતો સૌથી મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો હોવાનું વડોદરા આવેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર-તમીલ સંગમ કાર્યક્રમનું આયોજન કર્યું છે. સદીઓ પહેલા ખીલજી અને ગજનીએ કરેલા સોરઠ પર કરેલા આક્રમણમાં મોટી સંખ્યામાં લોકોએ સ્થળાંતર કર્યું હતું. 17 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન સદિયો જુના સંબંધોની ઉજવણી કરવામાં આવશે. આ સ્થળાંતર કરી ચુકેલા લોકો તમિલનાડુના મદુરાઈ અને આસપાસના વિસ્તારોમાં જઈને આપણા સૌરાષ્ટ્રના ભાઈઓ જે તે વખતે ત્યાં સ્થાયી થયા હતા. તેઓ સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે તમિલનાડુમાં ઓળખાય છે. દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતર પૈકીનું આ એક સ્થળાંતર હતું.
અમદાવાદમાં કોરોનાથી 8 મહિનાની બાળકીને ફેફસામાં પંક્ચર, 15 દિવસે રિકવરી
9 મંત્રીઓ આમંત્રણ આપવા તમિલનાડુ ગયા હતાઃ હર્ષ સંઘવી
ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. 17 થી 30 એપ્રિલ ગુજરાત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. મોહંમદ ગઝની અને અલાઉદ્દીન ખીલજીએ કરેલ આક્રમણ બાદ સૌરાષ્ટ્રમાંથી કેટલાક લોકોએ સ્થળાંતર કર્યું હતું અને તમિલનાડુ ખાતે સ્થાયી થયા હતા. તેઓ સૌરાષ્ટ્ર તમિલિયન તરીકે ઓળખાય છે. તમિલનાડુમાં વર્ષો પહેલા ગુજરાતીઓ સ્થળાંતરિત થયા હતા. તેઓનો ફરી એકવાર સૌરાષ્ટ્ર સાથે સંગમ કરાવવાનો હેતુ આ કાર્યક્રમ થકી છે. મુખ્ય કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાશે. વડોદરા ખાતે અને એકતા નગર ખાતે કાર્યક્રમ યોજાશે. સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમમાં ભાષા, સંસ્કૃતિ અને શિક્ષણનું આદાન પ્રદાન થશે. કેન્દ્ર સરકાર દ્વારા 10 દિવસ માટે સ્પેશિયલ 10 ટ્રેન દોડાવવામાં આવશે. 9 મંત્રીઓ આમંત્રણ આપવા તમિલનાડુ ગયા હતા. આ કાર્યક્રમમાં 5000 થી વધુ લોકો આવશે.
(ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા)
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT