સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : રાજ્યમાં 15 દિવસના વિરામ બાદ અનેક વિસ્તારોમાં મેઘરાજાની સવારી ફરી એકવાર આવી પહોંચી છે. વાવણી બાદ અનેક જિલ્લાઓમાં વરસાદની ખેંચ અનુભવતા ખેડૂતોને મેઘરાજાએ ખુશ કરી દીધા છે. ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે મેઘરાજાના મંડાણ થયા છે. બનાસકાંઠા, સુરત, સુરત સુરેન્દ્રનગર, મહેસાણા, અવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, રાજકોટ, ગીરસોમનાથ અને અરવલ્લીના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોઁધાયો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્ના કુલ 13 જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉત્તરગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, સૌરાષ્ટ્રના એમરેલી, ગીરસોમનાથ, જામનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દાહોદ, ડાંગ, ખેડા, નર્મદા, પંચમહાલ, જામનગર અને વડોદરામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજના દિવસમાં મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં તોફાની બેટિંગ કરી હતી. સુરતમાં વિજળી પડવાના કારણે 5 લોકો બેભાન થઇ ગયા હતા. તમામની સ્થિતિ ગંભીર છે. હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ કરતા પણ સચોટ આગાહી કરનારા અંબાલાલ પટેલે 6 ઓગસ્ટે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં 6 થી 8 ઇંચ વરસાદ ખાબકે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. 10 ઓગસ્ટ સુધીમાં દક્ષિણમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના પણ અનેક વિસ્તારોમાં 9 અને 10 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT