સાઉદી PM આવશે ભારત: અનેક મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : સાઉદી ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાન નવેમ્બર મહિનામાં ભારતનાં અધિકારીક પ્રવાસે આવશે. પ્રધાનમંત્રી મોદી સાથેની તેમની આ મુલાકાત અનેક અર્થમાં ખુબ જ ખાસ છે. પીએમ મોદીએ સપ્ટેમ્બર મહિનામાં વિદેશમંત્રી એસ જયશંકરના પ્રવાસ દરમિયાન તેમને આમંત્રણ પાઠવ્યું હતું.

સાઉદી પ્રીંસ 14 નવેમ્બરે ભારત પહોંચશે
સાઉદી ક્રાઉન પ્રિન્સ 14 નવેમ્બરે સવારે ભારત પહોંચશે અને ભારતીય વડાપ્રધાનની મુલાકાત લેશે. પ્રિન્સ ભારત માત્ર એક દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. બીજા જ દિવસે મહોમ્મદ બિન સલમાન ઇન્ડોનેશિયાનાં બાલીમાં થનારી જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવાના થશે.

સાઉદી અરબના ઉર્જા મંત્રી ગત્ત અઠવાડીયે હતા ભારત
અત્રે ઉલ્લેખનીય છે કે, સાઉદી અરબનાં ઊર્જામંત્રી અબ્દુલ અઝીઝ બિન સલમાન ભારતનાં પ્રવાસે ગત્ત અઠવાડીયે જ આવ્યા હતા. જો કે સાઉદી હાઇકમાન્ડની આ યાત્રા ઓપેક+ સંગઠન તરફથી તેલ ઉત્પાદનમાં થતી તંગીના નિર્ણય બાદ થઇ હતી. તેમણે ભારતનાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ, તેલમંત્રી હરદીપસિંહ પુરી અને વીજમંત્રી આરકે સિંહ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી.

ADVERTISEMENT

ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનો દબદબો
સાઉદી શાસક કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝએ 27 સપ્ટેમ્બરનાં ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાનને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યારે પોતાના બીજા દિકરા પ્રિન્સ ખાલીદને રક્ષામંત્રી અને ત્રીજા દિકરા અબ્દુલ અઝીઝ બિન સલમાનને ઊર્જામંત્રીના પદ પર નિયુક્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ બિન સલમાન સાઉદના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. તેમનું ઓપેક અને ખાડીના દેશોમાં પણ તેમની ખુબ જ પકડ છે.

    follow whatsapp

    ADVERTISEMENT