ગીરની ગરિમા: સાસણ ગીર સેન્ચુરીને મળ્યો બેસ્ટ વાઈલ્ડ લાઇફ સ્થળનો એવોર્ડ
ભાર્ગવી જોષી, જૂનાગઢ: રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે સાસણ ગીર પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહે છે. કુદરતના ખોળે અને હરિયાળાં જંગલમા વસતા એશિયાટિક સિંહને જોવા દેશ વિદેશથી…
ADVERTISEMENT
ભાર્ગવી જોષી, જૂનાગઢ: રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે સાસણ ગીર પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બની રહે છે. કુદરતના ખોળે અને હરિયાળાં જંગલમા વસતા એશિયાટિક સિંહને જોવા દેશ વિદેશથી પ્રવાસીઓ આવે છે. આથી જ આઉટલુક ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા સાસણ ગીર સેન્ચુરીને બેસ્ટ વાઈલ્ડ લાઈફ સ્થળ તરીકેનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રાજ્યના પ્રવકતા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી એ આજે જણાવ્યું છે કે એશિયાટિક સિંહના એક માત્ર નિવાસસ્થાન ગીર સાસણ અભ્યારણ્યને આઉટલુક ટ્રાવેલ્સ ગ્રુપ દ્વારા વર્ષ 2022નો ખાસ ‘best wild life century’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે જે ગર્વની વાત છે.
ગીર જંગલ એશિયાટિક સિંહ ઉપરાંત દીપડા, 300થી વધુ પ્રાણીઓની પ્રજાતિઓ 150થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ થી સમૃદ્ધ છે. અહી જંગલ, નદી, ઝરણાં, ટેકરીઓ, નેસડા, ખુલ્લા મેદાન અને ગાઢ ઝાડીઓ છે. ગીરના જંગલને જોવા જાણવા આવતા પ્રવાસીઓ અનેક અનુભવો મેળવે છે અને વાઈલ્ડ લાઇફને નજીકથી જોવા જાણવાનો પ્રયત્ન કરે છે.
ADVERTISEMENT
ગુજરાત માં દર વર્ષે લાખો પ્રવાસીઓ સાસણ ગીરની મુલાકાતે આવે છે ,કુદરતના ખોળે,ગાઢ જંગલોમાં ફરવાની મજા એક અનોખો અનુભવ આપે છે. રોમાંચ અને સાહસ થી ભરપુર આ સ્થળ પર લોકો વારંવાર આવવા માંગે છે. સાસણ ગીર એ કોઈ કૃત્રિમ પર્યટક સ્થળ જેટલી સુવિધાસભર ન હોવા છતા પણ લોકો માટે મનપસંદ જગ્યા બની રહે છે.
ADVERTISEMENT