ગામના સરપંચે જ મહિલા ઉપર ગુજાર્યો બળાત્કાર? અશ્લીલ તસવીરો વાયરલ થતાં મચ્યો હોબાળો

Niket Sanghani

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી, જૂનાગઢ: વિસાવદર તાલુકાના સરસઈના સરપંચ અને અન્ય વ્યક્તિએ મહિલાના બિભત્સ ફોટા પાડી દુષ્કર્મ આચર્યું હોવા વિશે ફરિયાદ થતાં હોબાળો મચ્યો છે. સરપંચ અને અન્ય વ્યક્તિએ મહિલા તથા તેના પતિને મારી નાખવાની ધમકી આપી છેલ્લા આઠ માસથી દુષ્કર્મ આચરતા હતા. મહિલા સાથે પાડેલા બિભત્સ ફોટો વાઈરલ કરી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધવા મુદ્દે વિસાવદર પોલીસમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

આરોપીના મહિલા સાથેના બિભત્સ ફોટા થોડા દિવસોથી સોશ્યલ મિડીયામાં વાઈરલ થયા છે. ફોટા વાઈરલ થતા બંને આરોપી ભુગર્ભમાં ચાલ્યા ગયા હતા. ત્યારે ફરિયાદને લઈ સરસાઇ ગામના સરપંચ ચેતન દૂધાતની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જ્યારે તેમનો સાથીદાર ચેતન પોલીસ પકડથી હજુ દૂર છે.

ફોટો થયા વાયરલ
પીડીત મહિલાએ સરસઈના સરપંચ ચેતન જમન દુધાત અને જયદિપ લાખાણી વિરૂધ્ધ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. જયદિપ લાખાણીના ફોટા સોશ્યલ મિડીયામાં વાઈરલ થયા છે. જેમાં તેઓ મહિલા સાથે કઢંગી હાલતમાં જોવા મળે છે. સરપંચ અને જયદીપ છેલ્લા આઠ માસથી મહિલા સાથે શરીર સંબંધ બાંધી બિભત્સ ફોટા પાડતા હતા. બિભત્સ ફોટા બતાવી મહિલાને ધમકીઓ આપી તેની સાથે દુષ્કર્મ કરતા હતા. ઘર પર તથા અન્ય સ્થળો પર મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

સરપંચ વિરુદ્ધ નોંધાઈ ચૂકી છે ફરિયાદ
સરસઈના સરપંચ વિરૂધ્ધ થોડા દિવસો પહેલા માર મારવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે સરપંચ ચેતન દૂધતની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે જયદિપ લાખાણી હાલ ફરાર થઈ ગયો છે. પોલીસ દ્વારા તેમને પકડવા માટેના ચક્રો ગતીમાન કરી દેવામાં આવ્યો છે. ત્યારે સરસઈના સરપંચ ચેતન દૂધાતના આમ આદમી પાર્ટીના બેનર સાથે ફોટો પણ સામે આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT