સરખેજ પોલીસ ઉંધતી ઝડપાઇ, ATS એ દરોડા પાડીને જુહાપુરામાંથી નકલી નોટોનું આખુ કારખાનું ઝડપી લીધું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતમાં બિનકાયદેસ પ્રવૃતિઓનો વ્યાપ મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ગુજરાત ATS દ્વારા અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડા પાડીને નકલી નોટો બનાવવાનું કારખાનું ઝડપી લેવામાં આવ્યું હતું. જેના પગલે સ્થાનિક પોલીસ ઉંઘતા ઝડપાઇ હતી. નકલી નોટોના જથ્થા સાથે ચાર આરોપીની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભારતીય ચલણની 500 થી વધારેના દરની કુલ 48 હજાર રૂપિયાની નોટો ઝડપી લેવામાં આવી હતી. ઉપરાંત નકલી નોટો છાપવાનું આખુ કારખાનું ઝડપાયું હતું.

ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે નકલી નોટો બનાવાઇ રહી છે
ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, અમદાવાદના જુહાપુરામાં નકલી નોટો બનાવવામાં આવી રહી છે. નકલી નોટો બનાવવા માટે પ્રિન્ટિંગ મશીન અને કલર સહિતની સામગ્રી પણ અહીંથી મળી આવી હતી. આ બાતમીના આધારે ગુજરાત એટીએસ દ્વારા જુહાપુરામાં એક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જુહાપુરાના સરખેજ રોડ, ફતેહવાડીમાં આવેલા સહજાનંદ પાર્ક, પ્લોટ નં.31 માં રૂક્શાનાબીબીના મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ મકાનમાંથી 48 હજાર રૂપિયાના દરની 500 ની નોટો ઉપરાંત નકલી નોટો છાપવા માટેનું મોટુ કારખાનું ઝડપી લેવામાં આવ્યું હતું.

ચાર આરોપીઓ સ્થળ પરથી ઝડપાયા
દરોડામાં ગુજરાત એટીએસ દ્વારા આરીફ હયાતખાન મકરાણી, ફૈઝાન યુનુસ મોમીન, મુજમીલ ઉર્ફે મુજ્જો શકિલ શેખ અને અસ્લમ મોહમ્મદ શેખની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ નાની મોટી મજુરી અને ડ્રાઇવિંગના કામ કરે છે. જો કે આ મજુરો આવડું ષડયંત્ર ચલાવી શકે તેની શક્યતા નહીવત્ત છે. જેથી તેની પાછળ રહેલા મુખ્ય ભેજાને પકડવા માટે પણ એટીએસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.આરોપીઓએ પ્રાથમિક પુછપરછમાં 60 ટકા પેમેન્ટ પ્રતિ નોટ મળતું હોવાનું સ્વિકાર્યું છે. જો કે એટીએસ આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે. આ સમગ્ર કેસમાં સ્થાનિક સરખેજ પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT