સરહદ ડેરીએ દૂધના પ્રતિ કિલો ફેટના ખરીદ ભાવમાં રૂ.20નો વધારો કર્યો, પશુપાલકોને માસિક રૂપિયા 2.25 કરોડ વધારે મળશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંઠેચા, કચ્છ: જિલ્લાની સહકારી દૂધ ઉત્પાદક સંઘ “સરહદ ડેરી” દ્વારા પશુપાલકો માટે સારા સમાચાર લાવ્યું છે. દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરી અને 780 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. પશુપાલકોને પ્રતિ લિટર 7 ફેટના દૂધના રૂપિયા 1.40 પૈસા પ્રતિ લિટર વધારે મળતા થશે જે પ્રતિ લિટર 54.60 રૂપિયા જેટલા  થયા  છે. તે ઉપરાંત ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ ભાવફેર અલગથી મળવા પાત્ર છે.

સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટે કરવામાં આવેલ ભાવ વધારામાં 20 રૂપિયાનો પ્રતિ કિલો ફેટનો વધારો થઈ અને ભાવો 780 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયા છે. જેનાથી પશુપાલકોને માસિક 2.25 કરોડ રૂપિયા વધારે મળશે અને સરહદ ડેરીને ભારણ પડશે. નવા જાહેર થયેલ ભાવ આગામી 1 એપ્રિલથી લાગુ થશે.

જાણો શું કહ્યું ચેરમેને
ભાવ વધારા બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમૂલ GCMMF ના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે, ગત તારીખ 21/03/2022 ના રોજ નવા પ્લાન્ટ ખાતે દૂધ સંઘના નિયામક મંડળની તેમજ મંડળીઓની સહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં સમિતિના સભ્યો દ્વારા દૂધના ભાવો વધારવા માટે રજૂઆત કરી હતી. અને જે પશુપાલકોની માંગણી ધ્યાને લઈ અને સરહદ ડેરી 20 રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવો વધારી અને પશુપાલકોના હિતનો નિર્ણય કરવામાં આવેલ છે.

ADVERTISEMENT

આ પણ વાંચો: કચ્છમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઝીરોઃ જુઓ ધોધમાર વરસાદની તસવીરો

આગળ પણ પશુપાલકોના હિતાર્થે સમયાંતરે યોગ્ય નિર્ણય લેવામાં આવશે. તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી 1 તારીખથી દૂધના ભાવો કોમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે જણાવેલ છે. ઉનાળાની સિઝનમાં પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી આપણાં વિસ્તારમાં પડતી હોય છે. જે ધ્યાને લઈ અને ભાવ વધારો કરવામાં આવેલ છે. તેમજ તમામ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તા વાળું તેમજ વ્યાજબી ભાવો વાળું દાણ પશુને ખવડાવાનો આગ્રહ રાખીએ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT