‘પાટીદાર છોકરીઓ કમરે રિવોલ્વર લટકાવીને શોપિંગ કરે’, સરદાર ધામ પ્રમુખના નિવેદન પર પાટીદાર નેતા લાલઘુમ
Sardardham President Statement: તાજેતરમાં સરદાર પટેલની જન્મજયંતિ પર આણંદ ખાતે રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરદારધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરીયા પણ હાજર…
ADVERTISEMENT
Sardardham President Statement: તાજેતરમાં સરદાર પટેલની જન્મજયંતિ પર આણંદ ખાતે રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરદારધામના અધ્યક્ષ ગગજીભાઈ સુતરીયા પણ હાજર રહ્યા હતા. અહીં તેમણે પાટીદાર દીકરીઓને લઈને એક નિવેદન આપ્યું હતું, જેને લઈને તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પાટીદાર દીકરીઓ જ્યારે શોપિંગ કરવા જાય ત્યારે કમરે લટકતી રિવોલ્વર હોવી જોઈએ.
વરુણ પટેલે ગગજી પટેલને શું સંભળાવ્યું?
હવે ગગજી પટેલના આ નિવેદન બાદ ભારે હોબાળો થયો છે અને ખુદ પાટીદાર નેતાઓ જ તેમનો ખુલીને વિરોધ કરી રહ્યા છે. પાટીદાર આગેવાન વરુણ પટેલે ગગજી પટેલના આ નિવેદન પર ટ્વીટ કરીને કટાક્ષ કર્યો હતો અને સવાલ કર્યો હતો કે, પાટીદાર મહિલાઓ રિવોલ્વર લઈને નીકળવું જોઈએ તેવું આગેવાન શ્રી ગગજી સુતરીઆનું કેવું છે. મારો ખાલી પ્રશ્ન એટલો છે કે આ મહિલાઓ પર દંડા વરસતા તા એ વખતે આપ મૌન કેમ હતા? અને આ મારી બેનો તમારા કીધે રિવોલ્વર લઈને નીકડ છે અને કોઈ કેસ થાય તો જામીન થવા જશો કે એમને અમારી જેમ જામીન જાતે???
પાટીદાર મહિલાઓ રિવોલ્વર લઈને નીકળવું જોઈએ તેવું આગેવાન શ્રી ગગજી સુતરીઆ નું કેવું છે. મારો ખાલી પ્રશ્ન એટલો છે કે આ મહિલાઓ પર દંડા વરસતા તા એ વખતે આપ મૌન કેમ હતા ? અને આ મારી બેનો તમારા કીધે રિવોલ્વર લઈ ને નીકડ છે અને કોઈ કેશ થાય તો જામીન થવા જશો કે એમને અમારી જેમ જામીન જાતે???
— Varun Patel (@varunpateloffic) November 2, 2023
ADVERTISEMENT
ખાસ છે કે, પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્યભરમાં પાટીદાર સમાજના યુવાઓ તથા મહિલાઓ અનામત માટે રસ્તા પર ઉતરી હતી. દરમિયાન ઘણા લોકો સામે પોલીસ કેસ થયા હતા. જોકે સરદારધામ અધ્યક્ષે હવે પાટીદાર છોકરીઓ વિશે નિવેદન આપતા તેમનો જ પાટીદાર સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે.
ADVERTISEMENT