સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 124.51 મીટરે પહોંચી, આ વર્ષે પણ થઈ શકે છે ઓવરફ્લો
નર્મદા: ગુજરાત સહિત દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઈ રાજ્યનના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ ની…
ADVERTISEMENT
નર્મદા: ગુજરાત સહિત દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઈ રાજ્યનના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. જીવાદોરી સમાન નર્મદા ડેમ ની સપાટીમાં પણ સતત વધરો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 124.51 મીટર નોંધાઈ છે. ત્યારે હજુ પણ પાણીની સતત આવક શરૂ છે.
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસ માંથી પાણીની આવકમાં વધતાં નર્મદા ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 124.51 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે.
આ વર્ષે પણ ડેમ થઈ શકે છે ઓવરફલો
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની કુલ સપાટી 138.68 મીટર છે. અને ત્યાં સુધી ડેમ ભરાય તે માટે હજી વધુ ભારે વરસાદની જરૂર છે. ડેમ છલકવવા 14.17 મીટર પાણી ઓછું છે ત્યારે હજુ ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે ડેમ ચાલુ વર્ષમાં પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે નર્મદા ડેમ ઓવરફલો થયો હતો ત્યારે આ વર્ષે પણ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 58705 ક્યુસેક છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી કેનાલમાં જાવક – 5213 ક્યુસેક છે. આ દરમિયાન નર્મદા ડેમમાં છેલ્લા 5 કલાકમાં પાણીની સપાટીમાં 15 સે.મી.નો વધારો થયો છે.
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા )
ADVERTISEMENT