સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.09 મીટરે પહોંચી, પાણીની આવકમાં સતત વધારો
નર્મદા: ગુજરાત સહિત દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઈ રાજ્યનના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં…
ADVERTISEMENT
નર્મદા: ગુજરાત સહિત દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઈ રાજ્યનના અનેક ડેમોમાં નવા નીરની આવક થઈ રહી છે. જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધરો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130 મીટરની સપાટી વટાવી ચુકી છે. ત્યારે હજુ પણ પાણીની સતત આવક શરૂ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.09 મીટરે પહોંચી છે.
નર્મદા ડેમ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં પાણીની સપાટી 130 મીટરની સપાટી વટાવી ચુકી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 130.09 મીટર સુધી પહોંચી ચુકી છે. ત્યારે સરદાર સરોવરમાં 3220.મિલીયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ થઈ ચૂક્યું છે. વીજ મથકો સતત ચાલુ રહેતા રોજના એવરેજ 3 થી 4 કરોડનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.
વટાવી 130 મીટરની સપાટી
રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નર્મદા ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 130 મીટરની સપાટી વટાવી ચૂક્યું છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 54,572 ક્યુસેક છે.
ADVERTISEMENT
આ વર્ષે પણ ડેમ થઈ શકે છે ઓવરફલો
ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના દિવસે નર્મદા ડેમ ઓવરફલો થયો હતો ત્યારે આ વર્ષે પણ નર્મદા ડેમ ઓવરફ્લો થઈ શકે છે. નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 54572 ક્યુસેક છે. જ્યારે સરદાર સરોવર માં 3220.મિલીયન ક્યુબીક મીટર પાણી સ્ટોરેજ થઈ ગયું છે. આ દરમિયાન નર્મદા ડેમમાં છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 16 સે.મી.નો વધારો થયો છે.સરદાર સરોવર ડેમ સંપૂર્ણપણે જળ થી ભરાવવામાં હજુ 8.65 મીટર બાકી છે.
(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT
ADVERTISEMENT