સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 124.89 મીટરે પહોંચી, પાણીની આવકમાં સતત વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નર્મદા: ગુજરાત સહિત દેશભરમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વરસાદને લઈ રાજ્યનના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. આ દરમિયાન જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધરો થઈ રહ્યો છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 124.89 મીટર નોંધાઈ છે. ત્યારે હજુ પણ પાણીની સતત આવક શરૂ છે. ત્યારે હજુ પણ જળ સપાટીમાં વધારો થશે.

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નર્મદા ડેમમાં પાણીની આવકના કારણે નર્મદા ડેમની સપાટી 124.89 મીટરે પહોંચી છે. નર્મદા ડેમની કૂલ સપાટી 138. 68 મીટર છે. ત્યારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓવરફ્લો થશે તેવી શક્યતા છે. નર્મદા ડેમમાં હાલ પાણી ની આવક 77,955 ક્યુસેક છે. જેમાંથી રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં – 19,220 ક્યૂસેક જાવક છે. જ્યારે કેનાલ હેડ પાવરહાઉસમાંથી કેનાલમાં જાવક – 5,244 ક્યુસેક છે. આમ બંને મળી ને પાણીની કુલ જાવક – 24,464 ક્યુસેક છે.

આ વર્ષે પણ વરસસે વરસાદ
રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન વરસાદને પગલે રાજ્યના અનેક જળાશયોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ દરમિયાન 24 કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં 53 સે.મી.નો વધારો થયો છે. આ વર્ષે પણ જો આમ જ વરસાદ વરસ્તો રહે તો સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થશે અને ઓવરફ્લો થવાની શક્યતા છે. વરસાદની સિઝનના બીજા વરસાદમાં જ નર્મદા સરોવરની જળ સપાટી 124. 89 મીટર સુધી પહોંચી છે. અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદા ડેમ ઓવરફ્લો થવાની આશા બંધાઈ છે.

ADVERTISEMENT

(વિથ ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

    follow whatsapp

    ADVERTISEMENT