સલમાન રશ્દી પર જીવલેણ હુમલો, આંખો અને ગળામાં છરીના 20 ઘા મારી દીધા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ન્યૂયોર્ક : લેખક સલમાન રશ્દી ન્યૂયોર્કની હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યા છે. બીજા દિવસે પણ તેમની સ્થિતિ નાજુક છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. લાઇફસપોર્ટ સિસ્ટમ પર જ તેમનું શ્વસનતંત્ર કામ કરી રહ્યું છે. ન્યૂયોર્કમાં તેમના પર એક કાર્યક્રમ દરમિયાન જીવલેણ હૂમલો થયો હતો. રશ્દી એક લાઈવ ઈન્ટરવ્યુમાં હાજર હતા. આ દરમિયાન જ કાળા કપડા પહેરીને આવેલા વ્યક્તિએ ખુબ જ જનુની રીતે આક્રમક હૂમલો કર્યો હતો.

ઘટના ઘટી ત્યારે ઇનટરવ્યુમાં હાજર એક પ્રત્યક્ષદર્શી ચાર્લ્સ સેવેનરે જણાવ્યું કે, સ્ટેજ પર અચાનક દોડીને એક વ્યક્તિ ઘસી આવ્યો. રશ્દીના ગળાના ભાગે છરી વડે હુમલો કરી દીધો હતો હાજર લોકો કંઈક સમજી શકે કે તેને અટકાવે તે પહેલા તો તે વ્યક્તિએ ખુબ જ જનુનથી રશ્દીને 20 કરતા પણ વધારે છરીના ઘા મારી દીધા હતા. 20 સેકન્ડની અંદર તેમના ગળા પર લગભગ 10-15 વખત છરીના ઘા મારી દીધા હતા.

ઘટના નજરે જોનારા એક વ્યક્તિએ જણાવ્યું કે, હુમલાખોર કાળાં કપડાં પહેરીને આવ્યો હતો. તેણે કાળા કપડા ઉપરાંત માસ્ક પણ પહેરેલું હતું. ઘટના બાદ રશ્દી સ્ટેજ પર જ ઢળી પડ્યાં હતા. તત્કાલ એક ડૉક્ટરે તેમને પ્રાથમિક સારવાર આપી હતી અને પછી એર એમ્બ્યુલન્સ દ્વારા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હુમલા દરમિયાન લોકોએ આરોપીને ઝડપી લીધો હતો. તેને માર મારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ પોલીસને સોંપી દીધો હતો. જો કે દરમિયાન આરોપીએ ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ લોકોએ ફરી તેને પકડી લીધો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT