સાળંગપુરથી અંબાજી પહોંચેલા ‘આમંત્રણ રથ’ સામે સામાજીક કાર્યકરે નોંધાવ્યો વિરોધ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ambaji News: અંબાજી ખાતે આજે સામાજીક કાર્યકર દ્વારા એક રથને રોકી વિરોધ નોંધાવાયો હતો. સાળંગપુરથી અંબાજી આવેલો આ આમંત્રણ રથ સમાજીક કાર્યકર દ્વારા અટકાવી દેવાયો અને રથના સંચાલકોને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સુનીલ બ્રહ્મભટ્ટે અગાઉ પણ મોહનથાળ વિવાદમાં આપ્યું હતું રાજીનામુ

સુનીલ બ્રહ્મભટ્ટ નામના સામાજીક કાર્યકર દ્વારા અંબાજી ખાતે પહોંચેલા સાળંગપુરના રથને અટકાવી દેવાયો હતો. આ રથને અટકાવી સાળંગપુર ખાતે કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાના ભીંતચિત્રોને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ અંબાજી મંદિર ખાતે મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણય સમયે આ જ સુનીલ બ્રહ્મભટ્ટ દ્વારા પણ વિરોધ નોંધાવાયો હતો. જે તે સમયે તે ભાજપના શહેર ઉપપ્રમુખ પદ પર હતા પરંતુ અંબાજી મોહનથાળના વિવાદને લઈને તેમણે રાજીનામુ તાત્કાલિક ધોરણે આપ્યું હતું.

‘એક દેશ, એક ચૂંટણી’: કોવિંદની અધ્યક્ષતાવાળી કમિટીનું એલાન, અમિત શાહ-અધીર રંજન સહિત આ 8 લોકો શામેલ

શું કહે છે સુનીલ બ્રહ્મભટ્ટ?

આજે અંબાજી ખાતે સતામૃત મહોત્સવ પર રથ આવ્યો હતો. જે રથ સામે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે અંબાજી મંદિર ખાતે 23 વર્ષથી ઘંટ બંધ હોઈ આ જ સુનીલ બ્રહ્મભટ્ટની આગેવાનીએ 70 દિવસ સુધી લડત અપાઈ હતી અને તે પછી અંબાજી મંદિરે ઘંટ લગાડવામાં આવ્યા હતા. સુનિલ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે, મારો વિરોધ હનુમાનજી સામે ન,થી મારો વિરોધ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે પ્રમાણે ત્યાં હનુમાનજીની મૂર્તિને હાથ જોડતા બનાવી છે તેની સામે વિરોધ છે.

ADVERTISEMENT

(શક્તિસિંહ રાજપૂત, અંબાજી)

    follow whatsapp

    ADVERTISEMENT