Salangpur temple: સાળંગપુર હનુમાનજી અપમાન વિવાદ, લીંબડી ખાતે સંત સંમેલન યોજાશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

Salangpur Tempe: સુરેન્દ્રનગર જિલ્લાના સાળંગપુર ખાતે હનુમાનજી મંદિરમાં મુકાયેલી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની પ્રતિમા પર હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનને પગે લાગતા દર્શાવાયા જેનો વિવાદ ઉગ્ર બન્યો છે. આ વિવાદને લઈને સમગ્ર રાજ્યના સંતોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વિવાદને ઉકેલવા માટે લીંબડી ખાતે આવેલા મોટા મંદિર ખાતે 5 સપ્ટેમ્બરના રોજ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાના પ્રયાસ

આ સંમેલનમાં સમગ્ર ગુજરાત રાજ્યના સંતો એકત્રિત થશે. સંમેલનમાં સ્થાનિક આગેવાનોને પણ પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સંમેલન 5 તારીખના રોજ સવારે 9 વાગ્યાથી શરૂ થશે. સંમેલનમાં સંતો સાળંગપુર હનુમાનજી અપમાન વિવાદને લઈને વિશેષ ચર્ચા કરશે. તેઓ આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે સંવાદીક ભાષામાં પ્રયાસો કરવા અંગેનું આહવાન કરશે.

સુરેન્દ્રનગરમાં 28 વર્ષ પહેલા ગેરકાયદેસર આવેલા 50થી વધુ પાકિસ્તાનીઓ કેમ દયનીય સ્થિતિમાં જીવવા મજબૂર?

મોટા મંદિરના મહંત લાલદાસ બાપુએ જણાવ્યું હતું કે, “આ વિવાદ ખૂબ જ ગંભીર છે. આ વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માટે સંતો એકત્ર થયા છે. આપણે બધાએ સાથે મળીને આ વિવાદને ઉકેલવા માટે પ્રયાસ કરવા જોઈએ.”

ADVERTISEMENT

ક્ષત્રિયસમાજના લોકોએ પણ ઉચ્ચારી ચીમકી

સાળંગપુર હનુમાન મંદિર ખાતે હનુમાનજી મહારાજ અને સ્વામિનારાયણની મૂર્તિના વિવાદ ને લઈ ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા રાજકોટના કરણસિંહજી હનુમાન મંદિર ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયના લોકોનો કરવામાં આવ્યો વિરોધ જો વહેલી તકે મૂર્તિ હટાવી લેવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજના યુવકો સાળંગપુર જઈને પણ કરશે વિરોધની ચીમકી ઉચ્ચારી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT